ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ CM આનંદીપટેલને એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો - Gujarathighcourte

અમદાવાદઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને વિમળાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવાના ચેરીટી કમિશનરના નિર્ણય પર બુધવારે હાઈકોર્ટે સ્ટે જાહેર કર્યો છે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1996 પ્રમાણે આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી જે લોકોના શૈક્ષણિક અને સામાજીક સુધારા માટે કાર્યરત છે.

Gujarat High Court

By

Published : Mar 28, 2019, 1:46 PM IST

અરજદારનો પીટીશનમાં આક્ષેપ છે કે, પ્રતિવાદી મુકેશ શાહે ટ્રસ્ટના મેમોરેન્ડમ ઓફ એસોશિયેશનના નિયમો તોડીને નવા ટ્રસ્ટીઓના નામ ઉમેર્યાછે. જ્યારે જુના ટ્રસ્ટીઓના નામની બાદબાકી કરવામાં આવી છે. મેમોરેન્ડમ ઓફ એસોશિયન પ્રમાણે ટ્રસ્ટી 10 વર્ષથી કાર્યરત થઈ શકે છે જ્યાર બાદ આજીવન સદસ્યતા ધરાવતા સભ્યો મતદાન કરી નવા ટ્રસ્ટીને પંસદ કરે છે. જોકે, પ્રતિવાદી મુકેશ શાહે વર્ષ 2011માં નિયમોને નેવે મુકીને લાગતા વળતાઓના નામ ટ્રસ્ટી તરીકે સામેલ કર્યા છે જેમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનો પણ સમાવેશ થાય છે.

અરજદારે આ અંગે વર્ષ 2012માં પાલનપુર આસિસટન્ટ કમિશનર સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. જોકે, પ્રતિવાદીઓ સામે અમદાવાદ ચેરિટી કમિશનર સામે કાઉન્ટર અપિલ કરી હતી, પ્રતિવાદી મુકેશ શાહે ઓરીજનલ ટ્રસ્ટી વિરૂધ્ધ ખોટી ક્રિમિનલ ફરિયાદ કરાવી હતી જે ફગાવી દેવામાં આવી હતી.

ત્યાર બાદ અરજદારે મહેસાણા રોઈન્ટ કમિશનર સમક્ષ ટ્રસ્ટના 8સભ્યોને ઈન્ટ્રીમ ટ્રસ્ટી જાહેર કરવાની માંગ કરી હતી. આ અરજીને અમદાવાદ ચેરિટી કમિશનરને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details