ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે જાહેર જનતા માટેના પ્લોટને સસ્તા ભાવે ખાનગી સંસ્થાને ફાળવવા બાબતે ઔડાને ફટકારી નોટિસ - Gujarati news

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઉન પ્લાનીંગ હેઠળ આવેલા રીઝર્વ પ્લોટસને ઓકશન વગર 30 ટકા કન્સેશન રેટ પર ખાનગી શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવામાં આવ્યા હતા. આ પ્લોટ સામે જાહેર હિતની અરજી દાખલ કરાતા હાઈકોર્ટેએ ઔડા અને નિરમા એજ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશનને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 10:07 PM IST

આ મુદ્દે હાઈકોર્ટમાં અરજદાર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, શહેરમાં આવેલી 12 જેટલી શાળાઓને ટાઉન પ્લાનીંગમાં જાહેર જનતા માટે રહેલા વિવિધ રીઝર્વ પ્લોટસ ઓક્શન વગર અને 30 ટકા સુધીના કન્સેશન રેટ પર વિવિધ શાળાઓને એલોટ કરી દેવાયા છે. અરજદારે કોર્ટમાં કહ્યું કે ઓકશન વગર અને કન્સેશન રેટ પર આ પ્રકારના પ્લોટની ફાળવણી આ રીતે કરી શકાય નહિ. આ પ્રકારની જમીનોની ફાળવણીને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પણ પીટીશનમાં ટાંકવામાં આવ્યા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારની મિલકતોની ફાળવણી હરાજી વગર કરી શકાય નહિ.

કોર્ટે પીટીશન ગ્રાહ્ય રાખી સંલગ્ન ઓથોરીટીને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ કેસની વધુ સુનાવણી 8મી મેના દિવસે હાથ ધરાશે. અરજદાર શૈલેષ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ હેઠળ બોડકદેવ વિસ્તારમાં 6159 ચો.મીના ઔડાના રિઝર્વ પ્લોટને વર્ષ 2001માં નિરમા ફાઉન્ડેશનને 90 ભાડ્ડાપટ્ટા પર આપી દીધી હતી. ઔડાએ આ જમીનનો બજાર ભાવ 5.54 કરોડ રૂપિયા હોવા છતાં તેને કેટલીક શરતોને આધિન 1.66 કરોડ રૂપિયામાં ફાળવી દીધી હતી. મહેશ્વરીએ વધુમાં કહ્યું કે, જો શરતોને આધારે જમીન શૈક્ષણિક સંસ્થાને સસ્તા ભાવે આપી દેવામાં આવી છે. વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ફીના માળખામાં પણ ફેરફાર કરવામાં આવે. આ મામલે ઔડા અને નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પોતાના જવાબ રજુ કરશે.

ABOUT THE AUTHOR

...view details