ઉલ્લેખનીય છે કે, અમિત ભટ્ટનાગર દ્વારા અગાઉ દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદ્દે CBIએ વધુ તપાસની જરૂર હોવાની માગ કરી હતી. જસ્ટીસ આર.પી. ધોલરિયાએ રેગ્યુલર જામીન અરજીને 3 મહિનાની વચગાળા જામીનમાં ફેરવી દીધી હતી. જેથી સુમિત ભટ્ટનાગર દ્વારા પણ જામીન મેળવવા કોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
હાઈકોર્ટે ભટ્ટનાગર બંધુઓને 2.5 કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ અને વડોદરા શહેર ન છોડવાની શરતે 3 મહિનાના વચગાળા જામીન મંજુર કર્યા હતાં. અગાઉ અમિત ભટનાગરની રેગ્યુલર જામીન અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ આર.પી.ધોલરિયાએ એવો સવાલ કર્યો હતો કે, "અરજદારે જે પ્રોપર્ટી જાહેર કરી છે ? તેના સિવાય શું તેમની કોઇ છુપી પ્રોપર્ટી છે કે કેમ. સીબીઆઇ તેની તપાસ કરી કોર્ટને જણાવે. જ્યારે કે અરજદાર ભટનાગર પક્ષે એડવોકેટ વિરાટ પોપટે જણાવ્યું હતું કે,‘અરજદારની કોઇ છુપી પ્રોપર્ટી છે નહીં. જે હતું તે બધું જ જાહેર કર્યુ છે."
હાઈકોર્ટે અમિત ભટ્ટનાગરની વચગાળાની જામીન અરજી મુદ્દે CBIને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - હાઈકોર્ટે
અમદાવાદઃ બેન્કો સાથે 2,654 કરોડની છેતરપિંડી કરનાર ભટ્ટનાગર બંધુ - સુમિત અને અમિત ભટ્ટનાગરે વચગાળાના જામીન મેળવવા ફરીવાર હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેમાં જસ્ટિસ સોનિયા ગોકણીએ અમિત ભટ્ટનાગરની જામીન મુદ્દે CBIને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. જે અંગે 5મી સપ્ટેમ્બરના રોજ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉ આ મામલે હાઈકોર્ટે CBIને આદેશ કર્યો હતો કે, "ભટનાગરની સંપત્તિ વેંચીને લોનની ભરપાઇ કરી શકવા માટેની શું પદ્ધતિ કે શક્યતા હોઇ શકે તેની ઝડપથી તપાસ કરે. આ પ્રક્રિયામાં ભટનાગરના વકીલ અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત બેંકોના અધિકારીઓને પણ સીબીઆઇ સાથે રાખી શકે છે." આ કેસમાં અગાઉ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદાને 90ટકા લોનની બાકી રકમ ચુકવી દે તો જ તેને જામીન આપવા અંગે ટકોર કરી હતી. જેની માટે અરજદાર તેની સંપત્તિ વેચીને આ લોનની ભરપાઇ કરી શકે છે.’
આ કેસની હકીકતો મુજબ અરજદાર ઉપર 11 બેંકોના 2,654 કરોડ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ છે. અત્યંત ગંભીર પ્રકારના ગુનામાં તપાસ મહત્વના સ્ટેજ ઉપર છે. શરૂઆતના તબક્કે અરજદાર ભાગેડૂ જાહેર કરાયો હતો. તેણે સરન્ડર ન કરતાં આરોપીને ઉદયપુરથી પકડીને લાવવામાં આવ્યો હતોં.