ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોના રિ-જીસ્ટ્રેશન માટે પણ BS4 સ્પેશિફિકેશન હોવું જરૂરી છે. BS2 અને BS3 એન્જીન ધરાવતા વહાનોનું ફરીવાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં.
સ્પેશિફિકેશન વગરના વહાનોનું RTO રજીસ્ટ્રેશન કરશે નહીંઃ હાઈકોર્ટ - રિ-જીસ્ટ્રેશન
અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદુષણના સ્તરમાં ઘટાડો કરવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, સ્પેશિફિકેશન વગરના વાહનોનું RTO દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
સ્પેશિફિકેશન વગરના વહાનોનું RTO રજીસ્ટ્રેશન કરશે નહીંઃ હાઈકોર્ટ
વહાનોથી પ્રદુષણને ડામવા માટે અંકુશ રાખવાની હાઈકોર્ટે ટકોર કરી છે. કુદરતી સંશાધન મર્યાદિત હોવાથી તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સ્વચ્છ વાતાવરણ લોકોનો મૂળભૂત અધિકાર છે, તેનાથી તેમને વંચિત રાખી શકાય નહીં.