- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત માટેના રોટેશનને લઇ દાખલ થઇ પિટિશન
- અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટે કર્યો ઇનકાર
- ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી થતી ન હોવાની ફરિયાદ સાથે પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની બુધવારના રોજ હાઈકોર્ટે ફગાવી હતી. અનામતના રોટેશન મામલે હસ્તક્ષેપ કરવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.
પિટિશન મામલે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો
ચૂંટણીપંચની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે, ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ બંધારણીય બાધ નડે છે, તેથી પ્રાથમિક રીતે અરજદારોની અરજીઓ ટકવાપાત્ર નથી. જોકે, હાઇકોર્ટે અરજીઓ ટકવાપાત્ર છે અને હાલના તબક્કામાં બંધારણીય બાધ નડતો ન હોવાનું હાઇકોર્ટે જણાવ્યું હતું, પરંતુ તેની સામે અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી ન થતી હોવાની ફરિયાદને લઇ થયેલી પિટિશન મામલે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો.