સ્લીપ એપમિયાને લઈને અરજી પરત ખેંચી લેવાતા હાઈકોર્ટે આ બિમારીને લઈને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો યોગ્ય જજ સમક્ષ રજુઆત કરવાની અમિત ભટ્ટનાગરને છુટ આપી છે.હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા રિટ અરજદાર વતી પાછી ખેંચી લેવામાં આવી હતી.અગાઉ હાઈકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણીએ બિમારીની તપાસ માટે અમિત ભટ્ટનાગરને સિવિલ હોસ્પિટલના ફેફંસા વિભાગના વડા સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો.
જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરને સ્લીપ એપનિયાની બિમારીની તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેફસા વિભાગના વડા સમક્ષ હાજર થઈ તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો.જેલ સતાધિશોને પણ આ મુદે સંબંધિત ઓર્ડરનું પાલન કરવા જણાવ્યું હતું. અમિત ભટ્ટનાગરના વચ્ચગાળા જામીન 5મી મે ના રોજ પુરા થતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં હાજરી આપી તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો.
અગાઉ 24મી એપ્રિલના રોજ જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરની બિમારી સ્લીપ એપનિયાને લઈને જેલ સતાધિશ નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો અને બિમારીને લગતી માહિતી અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી સર્ટિફિકેટ રજુ કરાવાનો હુકમ કર્યો હતો.
- શું છે સ્લીપ એપનિયા