અરજદાર-આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગતોરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સામે હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે આ મામલે 8મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. ટ્વિટર પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ આરોપીને સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.
CAA વિશે ટિપ્પણી કરનાર સામાજિક કાર્યકર વિરૂદ્ધ કાર્યવાહી ઉપર હાઈકોર્ટની બ્રેક - High Court news
અમદાવાદ: CAA અને NRC વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ વડોદરાના લઘુમતિ સમાજના સમાજીક કાર્યકર્તા સામે સાઈબર ક્રાઈમ સેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ સામે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા શુક્રવારે જસ્ટીસ વી.એમ. પંચોલીએ રાહત આપતા આરોપી સામે 30મી જાન્યુઆરી સુધી કોઈ પગલા ન લેવાનો આદેશ કર્યો છે.
Ahmedabad
જ્યારબાદ બે લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા 25મી ડિસેમ્બરના રોજ પાઠવામાં આવેલી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ ટવીટર પર પોસ્ટ કરી હતી કે, કેટલાક ડૉકટર્સે CAA અને NRC વિશે જે ટિપ્પણી કરી છે એ મુસ્લિમ વિરોધી છે. આ પ્રકારની પોસ્ટને લીધે સમાજમાં દ્નેષ અને દુશ્મનાવટ ઉભી થતી હોવાના આક્ષેપ સાથે વડોદરા સાઈબર ક્રાઈમ સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.