ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવામાં ખેડૂતો પર પોલીસ દમન બાબતે હાઇકોર્ટે તપાસ CIDને સોંપવાનો કર્યો આદેશ - mahua

અમદાવાદ: મહુવા અને તળાજા તાલુકા પાસે આવેલી 10,000 એકરની જમીનમાંથી ખાનગી કંપનીને ચૂનો કાઢવાની રાજ્ય સરકારની પરવાનગી સામે અહિંસક રીતે આંદોલન કરી રહેલા 1500 જેટલા ખેડૂતોને પોલીસ દ્વારા ઢોર માર મારવાના કેસમાં જસ્ટિસ સોનિયા ગોકાણી દ્વારા આ બાબત પર તપાસ સ્ટેટ CBIને સોંપવાનો આદેશ કરાયો હતો.

ફાઇલ ફોટો

By

Published : May 17, 2019, 10:46 PM IST


હાઇકોર્ટે કૃષિની જમીન પર થતા ખનનથી જમીનની ગુણવતા કે અન્ય કોઈ ફેરફાર થાય છે કે કેમ એ ચકાસવા માટે વૈજ્ઞાનિક અને એક્સપર્ટ કમિટીની ટીમની રચના કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે 3 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ રાજ્ય સરકાર તરફથી જે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં પથ્થરમારામાં 50 પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે આ સમગ્ર પ્રકારણને ગંભીરતાથી લેતા રાજ્યના DGP, ADGP, સ્થાનિક SP અને અન્ય પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. તો આ સાથે જ હાઇકોર્ટે પોલીસ સ્ટેશનને ખેડૂતોની 54 જેટલી ફરિયાદો બે દિવસમાં દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ અંગે પીડિત ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, આંદોલન દરમિયાન મારનાર પોલીસ અધિકારી જ તપાસ કરી રહ્યા છે માટે આ કેસની ઉચ્ચ પોલીસ આગેવાની હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

મળતી માહિતી મુજબ, આ ગામમાં ખોદકામ અટકાવવા 50 ગામના 1500 જેટલા લોકો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમના પર દમણ ગુજાર્યો હતો. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પણ ખેડૂતોને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details