અમદાવાદ: કચ્છ-ભચાઉના મામલતદારે સિનિયર સિટીઝન નાગરિકને કોર્ટમાં રજૂ કરવા માટે RTI થકી માહિતી ન આપતા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત માહિતી પંચને જવાબદાર મામલતદાર સામે પગલા લેવાનો આદેશ કર્યો છે.
વર્ષ 2018માં અરજદારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કેટલીક માહિતી માગી હતી. જો કે, ભચાઉના મામલતદાર અને જાહેર માહિતી અધિકારી સેક્શન 8(1)(D)ની દલીલ કરી થર્ડ પાર્ટી માહિતી આપી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો.
જાહેર માહિતી અધિકારીએ માહિતી ન આપતા હાઈકોર્ટે પગલા લેવાનો આદેશ કર્યો અરજદાર દ્વારા ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે, તેનો કોઇ પણ પ્રકારનો નિકાલ ન થતાં ગુજરાત માહિતી પંચમાં 2019માં અરજી કરી હતી અને પંચે જવાબદાર અધિકારીને 20 દિવસમાં માહિતી આપવાનો આદેશ કર્યો હતો.
પંચના નિર્દેશ બાદ પણ મામલતદારે વરિષ્ઠ નાગરિકને માહિતી આપતા જણાવ્યું હતું કે, 2001માં ભૂકંપ દરમિયાન તમામ દસ્તાવેજ ગુમ થઈ ચૂક્યા છે. ત્યારબાદ અરજદાર ધોળકિયાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે જાહેર માહિતી અધિકારીના વલણને ધ્યાનમાં રાખીને ગુજરાત માહિતી પંચને તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો.