અગાઉ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું. જો કે, તેમના વકીલે વધુ સાક્ષીઓને ન તપાસવાની રજૂઆત કરી હતી.
ધોળકા વિધાનસભા વિવાદ: CCTVની ત્રીજી સીડી રજૂ કરો: હાઈકોર્ટ - Submit The Third CCTV CD
અમદાવાદ: વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદ્દે શંકાસ્પદ ભુમિકાને લીધે પક્ષકાર બનાવેલા ચૂંટણી અધિકારી ધવલ જાનીએ જુબાની દરમિયાન હાઈકોર્ટને ત્રીજી સીડી આગામી મુદતની જુબાનીમાં રજૂ કરવાની તૈયારી બતાવી હતી. જે પછી જુબાની માટે ન આવતા બાકી રહી ગયેલી સીડી રજૂ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ મામલે આવતા શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ભુપેન્દ્ર ચુડાસમાએ જુબાની દરમિયાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રીમ કોર્ટમાં અરજી મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના CCTV ફુટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં CCTVમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજ વ્યકિતને ઓળખવા મુદ્દે ચૂંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી.
વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદ્દે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમાં પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.