ગુજરાત

gujarat

ETV Bharat / state

બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ મુદ્દે હાઇકોર્ટ આજે ચુકાદો આપશે - બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ

અમદાવાદઃ બુલેટ ટ્રેન અંગેનો ચુકાદો હાઇકોર્ટના જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ બપોરે અઢી વાગે જાહેર થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

high-court-order

By

Published : Sep 19, 2019, 1:23 AM IST

Updated : Sep 19, 2019, 10:03 AM IST

અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 192 ગામડાઓમાં ચૌદ હજાર લોકોની જમીન સંપાદિત થવાની છે. આ જમીન માલિકોને જૂની જંત્રી પ્રમાણે ઓછું વળતર ચૂકવવાનું હોવાથી ખેડૂતોએ ભારત સરકાર તથા જીકા સમક્ષ રજૂઆત કરી હતી. અગાઉ 7મી ડિસેમ્બરના રોજ સુરતમાં જીકાના પ્રતિનિધિઓ ચાર જિલ્લાના ખેડૂતોને મળ્યા હતા.

ખેડૂતોની માંગણી હતી કે માલવાહક ટ્રેનો માટે અમદાવાદથી મુંબઈ વચ્ચે અલગ કોરીડોર બની રહ્યો છે. જેને ડેડીકેટેડ ફેડ કોરિડોર નામ આપાયું છે. આ કોરિડોર માટે રાજ્ય સરકારે તેમની માલિકીની જમીન કેન્દ્ર સરકારને આપી છે.

આ જમીન વર્ષ 2016માં આપી હતી. તે વર્ષની જંત્રી પ્રમાણે જ આપી હતી, પરંતુ બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોની જમીન વર્ષ 2011ના જૂની અને સામાન્ય જંત્રી પ્રમાણે સંપાદિત થઈ રહી છે. નવા જમીન સંપાદન ના કાયદા પ્રમાણે સંપાદિત જમીન નું વળતર ઉપરાંત અસરગ્રસ્તોનું પુનર્વસન નામે અમુક રકમ ચૂકવી રહી છે. જે યોગ્ય નથી. આ ઉપરાંત પ્રોજેક્ટની સામાજિક અસરો અને તે મુજબ કાર્યવાહી થવી જરૂરી હોવાની રજૂઆત કરી હતી.

Last Updated : Sep 19, 2019, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details