અરજદાર વકીલ આશિષ ડગલીએ રજુઆત કરી હતી કે, ગાંધીનગર પોલીસ તરફે તપાસમાં સહયોગ કરવા મુદ્દે ફટકારવામાં આવેલી નોટીસને રદ કરવા અથવા રાહત આપવા મુદ્દે હાઇકોર્ટ જરૂરી નિર્દેશ આપે છે જેના જવાબમાં હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને પોલીસને પોતાનો વલણ સ્પષ્ટ કરવાનો આદેશ કર્યો હતો.
ગૌરવ દહીંયાંના વકીલ આશિષ ડગલીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિલ્હી મહિલા દ્વારા જે લેખિત અરજી કરવામાં આવી છે, તેને આધાર રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે.
જો કે ગાંધીનગર પોલીસને આ તપાસ કરવાની સત્તા ન હોવાની પિટિશનમાં રજૂઆત કરી હતી. આ કેસની તપાસ કરવાનો અધિકાર દિલ્હી પોલીસ પાસે છે ત્યારે ગાંધીનગર પોલીસ શા માટે દહીંયાંને વારંવાર તપાસમાં સહયોગ આપવા માટે નોટિસ પાઠવી રહી છે.
પિટિશનમાં ઉલ્લેખ કરાયો છે કે દહીંયાં વિરુદ્ધ FIR નહીં પરંતુ લેખિત અરજી એ પણ દિલ્હીમાં કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસને આ કેસમાં તપાસ કરવાની કોઈ જ સતા નથી. ગાંધીનગર પોલીસે દહીંયાંને તપાસ માટે ત્રણવાર હાજર રહેવા નોટિસ પાઠવી હતી જો કે તે હાજર રહ્યો નથી. દહિયાના વકીલે પિટિશનમાં ફરિયાદના પ્રકાર મુદ્દે કોઈ જ વાંધો વ્યક્ત કર્યો નથી.
દિલ્હી પોલીસે ગત મહિને દહીયાની કહેવાથી બીજી પત્ની દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદને ગુજરાત પોલીસને ટ્રાન્સફર કરી હતી. ફરિયાદમાં દહિયાની કહેવાતી બીજી પત્નીએ ઉલ્લેખ કર્યો છે કે, અગાઉ લગ્ન થઈ ગયા હોવાની જાણ બહાર તેની સાથે બીજા લગ્ન કરવામાં આવ્યા હતા.