ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીન વિવાદ મુદે હાઈકોર્ટે પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો

અમદાવાદઃ રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયા પર જામનગરના ભરડવા ગામમાં જંગલની 2 હજાર એકર જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબ્દીલ કરી લાઇમ સ્ટોન પર કબ્જો કરવા હેતુ ખરીદાયેલી જગ્યા સામે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી કરાઇ હતી. જે મુદ્દે શુક્રવારે જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે દેસાઇની ખંડપીઠે બાબુ બોખીરિયા, રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

જમીન વિવાદ મુદે હાઈકોર્ટે પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો

By

Published : Nov 15, 2019, 11:20 PM IST

હાઇકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસનો જંગલ ખાતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા બાબુ બોખીરિયાના સગા સંબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઇ હતી અને આ મુદ્દે જવાબ રજૂ કરવા સમયની માગને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પ્રધાન બાબુ બોખીરિયા અને તેમના સગાઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

જમીન વિવાદ મુદે હાઈકોર્ટે પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો

જામનગરની પરવાડા ગ્રામ પંચાયત તરફથી જંગલની 200 હેક્ટર જમીન પચાવી પાડવાનો આરોપ બાબુ બોખીરિયા પર લગાડવામાં આવ્યો છે. બાબુ બોખીરિયા અને તેમના સગા સંબંધીઓ પર હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી છે. અંદાજીત 300 કરોડ રુપિયાના કૌભાંડમાં બાબુ બોખીરિયાના જમાઇ અને પુત્રની માલિકીની કંપનીને કાયદા વિપરીત જઇને જમીન અપાઇ હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details