અમદાવાદઃ હાઈકોર્ટમાં અરજદાર અને રણજી ખેલાડી નિખિલ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન શરૂઆતથી જ નિરંજન શાહ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં જ તેમના પુત્રની વર્ણી કરવામાં આવી છે, ત્યારે કોઈ ક્રિકેટર, અમ્પાયર સહિતના લોકોને સદસ્યતા આપવામાં આવતી નથી. આ પ્રકારનું વલણ BCCI અને સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે જસ્ટીસ લોઢા કમિશનના નિયમો વિરૂધ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સંચાલન મુદે હાઈકોર્ટે BCCIને નોટીસ ફટકારી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં 1984 બાદથી હાલના સમય સુધી પૂર્વ ચેરમેન નિરજંન શાહના પરીવાર સિવાય કોઈએ સંચાલન ન કર્યું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે ગુરુવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે સૌરાષ્ટ્ર કિક્રેટ એસ્સોશિયએન, BCCI સહિત અન્ય પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માં સંચાલન મુદે હાઈકોર્ટે BCCIને નોટીસ ફટકારી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસ્સોશિયેશનને વર્ષ 2012-13 થી 2018 વચ્ચે BCCI તરફે મળેલી 209 કરોડની જંગી ગ્રાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ક્રિકેટને લઈને કોઈ ખાસ ખર્ચ કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે જાહેરહિતની અરજીને માન્ય રાખીને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.