સુરતમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ સગીરાને ગર્ભ રહી જતા હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેના જવાબમાં હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.એચ. વોરાએ સગીરાને ગર્ભપાતની મંજૂર આપી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ત્રણ મેડિકલ ગાયનેકોલોજિસ્ટની ટીમ પાસેથી રીપોર્ટ લીધો હતો. કાયદા પ્રમાણે 20 અઠવાડિયાથી વધુ સમયનો ગર્ભ રહી જાય ત્યારે ગર્ભપાત થઈ શકતું નથી અને જીવનું જોખમ પણ રહે છે. ત્યારે આ મુદ્દે મેડિકલ ઓપરેશન કે સારવાર માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. કોર્ટે ડૉક્ટરની ટીમના રિપોર્ટ પર આધાર રાખીને ચુકાદો આપ્યો હતો.
સુરતની સગીરાને 20થી વધુ અઠવાડિયાના ગર્ભપાતની હાઇકોર્ટેની મંજૂરી - approves abortion
અમદાવાદ: શહેરની 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ 20 અઠવાડિયાથી વધુ સમયનો ગર્ભ રહી જતા ગર્ભપાત માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં બુધવારે જસ્ટિસ એસ.એચ.વોરાએ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી હોવાની વિગતો સામે આવી છે.
સુરત સગીરાને 20થી વધુ અઠવાડિયાના ગર્ભપાતની હાઇકોર્ટે મંજૂરી આપી
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, છ મહિના પહેલા એટલે કે ડિસેમ્બર 2018માં પીડિતાના સંબંધી અને આરોપી ડબલુ સિંહ દ્વારા ઘરમાં એકલતાનો લાભ લઇ પીણામાં નશો ભેળવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.