ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇકોર્ટે અહેમદ પટેલને 5 હજારનો દંડ ફટકાર્યો - ROHAN GUPTA

અમદાવાદઃ વર્ષ 2017 રાજ્યસભા ચૂંટણી વિવાદ અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર સોમવારે જસ્ટિસ બેલા ત્રિવેદીની કોર્ટમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર ઉલટ તપાસ માટે હાજર રહ્યા હતા. જોકે અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ સાક્ષી પાસેથી કોમ્પેક્ટ ડિસ્ક અને સર્ટિફિકેટ રજૂ કરવા અરજીની માગ કરતા બળવંતસિંહ રાજપૂતના વકીલ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. અને કોર્ટે આ મુદ્દે અહેમદ પટેલને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

હાઇકોર્ટે અહેમદ પટેલને 5 હજારનો દંડ ફટકાર્યો

By

Published : Jul 23, 2019, 2:34 AM IST

Updated : Jul 23, 2019, 1:36 PM IST

બળવંતસિંહ રાજપૂતના વકીલ દેવાંગ વ્યાસનો આક્ષેપ છે કે, પંકજ ચાંપાનેરી વારંવાર દરેક વખત અરજી દાખલ કરે છે. ગત સુનાવણી દરમિયાન પણ રોહન ગુપ્તા સમક્ષ પેન ડ્રાઈવ રજૂ કરવાની અરજી કરી હતી. અહેમદ પટેલની ઉલટ તપાસ દરમિયાન પણ તેમણે બે અરજીઓ કરી હતી. જેમાં એક અરજીમાં ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના નામ ડીલીટ કરવાની જ્યારે બીજી અરજીમાં સહીની એફએસએલ તપાસ કરાવવાની અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બળવંતસિંહ રાજપૂત તરફે તમામ સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસના સાક્ષીઓની જુબાની લેવાઇ રહી છે. જેમાં, અહેમદ પટેલ સહિત કેટલાક ધારાસભ્યોની જુબાની પૂરી થઈ છે. 2 વર્ષ પહેલા થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલનો બે મતથી વિજય થયો હતો. ત્યારબાદ ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા તેમની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી

Last Updated : Jul 23, 2019, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details