ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત - corona hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે તેમના પરિવારની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના સમર્પિત 1200 બેડની હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના સમર્પિત 1200 બેડની હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત

By

Published : Apr 9, 2021, 8:49 PM IST

  • હેલ્પ લાઇન નંબર 94097-66908 / 94097-76264 24x7 કાર્યરત
  • દર્દીની સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે
  • દર્દી સાથે તેમના પરિવારને વીડિયો-ઓડિયો કોલિંગ દ્વારા વાતચીત કરાવવામાં આવે છે

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોરોના હોસ્પિટલ કાર્યરત છે, તેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં દર્દીના પરિવારને વીડિયો કોલિંગ અને ઓડિયો કોલિંગના મારફતે સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી કોરોના વૉર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાત કરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃદેશને કોરોનામુક્ત કરવા રાજકોટના આરોગ્યકર્મીઓ કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત

દર્દીનો પરિવાર તમામ સામાન પહોંચાડી શકશે

સવારે 8થી 12 વાગ્યા સુધીમાં કોરોના વૉર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી માટે સામાન જેવા કે કપડા, સૂકો નાસ્તો વગેરે પહોંચાડવા ઇચ્છૂક દર્દીના સગાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ તમામ પ્રકારના સામાન સ્વીકારવામાં આવે છે.

આ પણ વાંચોઃરાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ

દર્દીના સ્વજનો માટે વ્યવસ્થા

ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264 પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ, સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્રએ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details