ગાંધીનગરઃ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાને જો કોઈપણ પ્રકારની અર્જન સી આવે તો તેમને તાત્કાલિક એરલિફ્ટ કરવા માટે સ્ટેટ એમના 50 મીટરના અંતરે જ એક ખાસ હેલીપેડ બનાવવામાં આવ્યું છે.
નમસ્તે ટ્રમ્પઃ મોટેરા સ્ટેડિયમના ગેટ નંબર-3 નજીક હેલિપેડ બનાવાયું
24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, પણ સ્ટેડિયમના ગેટ નંબર 3 પાસે એક ખાસ હેલીપેડ પણ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવ્યું છે.
VVIP ગેટની થોડાક જ અંતરે રોમાના બનેલ હેલિપેડ ખાતે એક હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે, તેવી પણ સૂત્રોએ માહિતી આપી હતી. આ સાથે જ જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અંદર રહેશે ત્યાં સુધી હેલિકોપ્ટર હેલીપેડ ઉપર જ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. ક્યાંય પણ કચાશ ન રહી જાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જ્યારે તૈયારીને લઈને આજે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની બેઠકનું આયોજન પણ મોઢેરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.