અમદાવાદ : ગુજરાતમાં આગામી 24 કલાક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે શહેરમાં સરદાર પટેલ રિંગરોડ સિવાય ક્યાંય વરસાદ નોંધાયો નહોતો. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, બોપલ અને ઘૂમા પર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવી ગયા છે. માટે ત્યાં પણ વરસાદ માટેની જરૂરી કામગીરી કરવામાં આવશે. મોડી રાત્રે અથવા સાંજે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ - AMC અમદાવાદ
ગુજરાતમાં આગામી 24 કલાક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે સુરત શહેરમાં સોમવારે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જોવા મળ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં 216.2mm વરસાદ આ ચોમાસામાં નોંધાયો છે. શનિવારે શહેરમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રી તાપમાન સામાન્ય દિવસ કરતા વધારે ઊંચું રહ્યું હતું. જેના કારણે ગરમીનો પારો 38.2 પર પહોંચ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યના કંટ્રોલરૂમ દ્વારા જણાવ્યા પ્રમાણે બોટાદના ગઢડામાં રાતના આઠથી 10માં 35mm વરસાદ નોંધાયો હતો. અમરેલીના લીલીયામાં 22mm અને સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં 20mm વરસાદ નોંધાયો હતો.
આગામી 2 દિવસની વાત કરીએ તો રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.