ગુજરાત

gujarat

ETV Bharat / state

વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરમાં વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વહેલી સવારે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

ahmedabad
અમદાવાદ

By

Published : Jun 14, 2020, 10:30 AM IST

અમદાવાદ: શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાથે સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમા વરસાદ વરસ્યો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.ત્યારે બીજી તરફ પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં હાટકેશ્વર, ઈસનપુર, વટવા-ઓઢવમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડ઼ની સોસાયટીમાં લોકોનાં ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા માર્ગ પરની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ સી ટી એમ જામફળવાડી કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા ગયા હતા.

વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરમાં વરસાદ
મણિનગર જવાહરચોક થી ભૈરવનાથ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેમજ જશોદાનગરથી સી ટી એમના નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત વટવા GIDC જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણ વાળા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વરસાદે શહેરની હાલત અત્યંત દયનીય કરી છે. જયારે પશ્વિમ વિસ્તારના વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ, થલતેજ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
અમદાવાદ
હવામાન વિભાગે આગમી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 14, 15 અને 16 જૂને રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે સામાન્ય કરતા વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસી શકે છે. તો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. ત્યારે આ આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ક્યાંક વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details