ગુજરાત

gujarat

ETV Bharat / state

Weather Updates: ગુજરાત માટે ત્રણ દિવસ હજી ભારે! વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ - heavy rain for the next 3 days in the gujarat

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દ્વારકામાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદી સ્થિતિને જોતા ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે.

heavy-rain-for-the-next-3-days-in-the-gujarat-meteorological-department-forecast-for-rain-red-alert-in-dwarka
heavy-rain-for-the-next-3-days-in-the-gujarat-meteorological-department-forecast-for-rain-red-alert-in-dwarka

By

Published : Jul 21, 2023, 3:58 PM IST

વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી

અમદાવાદ:વરસાદના ત્રીજા રાઉન્ડમાં ગુજરાત પર આફત બનીને વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે. હજુ પણ ગુજરાત માથે વરસાદનું તાંડવ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

પાંચ દિવસ વરસાદ યથાવત રહેવાની સંભાવના:હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

3 દિવસ ભારે રહેશે:હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે .3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર ઘટશે. સાથે જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. જ્યારે દરિયકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે. જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે.

વરસાદી માહોલ:દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી, સુરત ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાને બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવનાઓ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે 3 દિવસ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થશે.

રેડ એલર્ટ જાહેર:હાલ ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની હેલી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ રહેશે અને ત્યાર બાદ 2 દિવસ ક્રમશ: સામાન્ય અને ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ 5 દિવસ આકરા છે. આવનારા ત્રણ દિવસમાં ગુજરાત વાસીઓએ વરસાદી કહેર માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ હળવી થવાથી વરસાદ ઓછો થતો જશે. હાલમાં ત્રીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જામતા આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  1. Weather Updates: સૌરાષ્ટ્ર-દ.ગુજરાત માટે ચાર દિવસ ભારે, શુક્રવારથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ
  2. Rajkot News : સૌરાષ્ટ્રમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 105 ડેમોનું કરાયું નિર્માણ, અનેક ડેમ પાણીથી ભરાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details