ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો છે. ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ રહેવાની શકયતા છે.

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી

By

Published : Apr 6, 2020, 8:50 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગના કહેવા અનુસાર ગુજરાતમાં હવે ઉત્તરોત્તર ગરમીનો પારો ઊંચો જશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાંચ દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે. જેથી બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ છે. આમ પણ પૂરા દેશમાં લૉક ડાઉનની સ્થિતિ છે, જેથી ઘરમાં રહો સુરક્ષિત રહો, તે સૂત્ર અપનાવજો. કેટલાક લોકોના કહેવા પ્રમાણે ગરમી જેમજેમ વધશે તેમ કોરોના વાયરસનો નાશ થશે. જો કે આ વાતને વૈજ્ઞાનિકો દ્વારા સાબિત કરાઈ નથી, કે સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્યું નથી. પણ કોરોનાની ચેઈન તોડવા માટે ઘરમાં રહેવાની અત્રેથી સલાહ આપવામાં આવે છે. આમ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની છે.

આજે 6 એપ્રિલને સોમવારે અમદાવાદમાં તાપમાન 40.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી, ભૂજમાં 40 ડિગ્રી અને કંડલામાં 40.1 ડિગ્રી નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details