અમદાવાદમાં ભારે ગરમીને કારણે રસ્તાઓ બન્યા સુમસાન - Hit
અમદાવાદઃ રાજ્ય સહિત શહેરમાં અતિગરમીને કારણે બપોરે બાર વાગ્યાના સમયમાં રસ્તાઓ સુમસાન બન્યા છે. શહેરમાં ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા રસ્તાઓ બપોરના સમયે શાંત થયેલા જોવા મળે છે.
શહેરમાં ગરમીનો પારો 44 પહોંચી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 26થી 28 તારીખ દરમિયાન રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોકરીયાત અને જરૂરિયાત મંદ લોકો સિવાય શહેરના બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઓફીસ અથવા ઘરનો સહારો લઈ રહ્યા છે. અત્યંત ગરમીને કારણે અમદાવાદ શહેરના રસ્તાઓ પણ તપી ગયા છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં થોડી ઘણી ભીડ જોવા મળી હતી, જ્યારે એ સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનોની અવરજવર એકદમ ઓછી થઈ ગઈ છે.