અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરનું માનવું છે કે હાર્ટ એટેક આવવાનું કારણ હાલના યુવાનોની જીવનશૈલીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વધારે પડતા જીમમાં જઈને કસરત કરવી, યોગ્ય ખોરાકનો મેળવવો આ ઉપરાંત જીમમાં જઈને શરીરની ક્ષમતા વધારે કસરત કરવી જે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ છે.
નાની વયમાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કેસ : ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ક્યાંક જીમ કરતાં કે ક્યાંક રમત ગમતના મેદાનની અંદર અચાનક હાર્ટ એટેકના ટેસ્ટ સામે જોવા મળે છે. જેના કારણે ખૂબ જ ચિંતાજનક સમાચાર યુવાનો માટે કહી શકાય છે. તો આ હાર્ટ એટેક આવવાના કારણો શું હોઈ શકે છે. હાર્ટ એટેક આવે તો તાત્કાલિક તેના ઉપાય શું હોઈ શકે છે તે જાણવા ઈટીવી ભારત દ્વારા કાર્ડિયોલોજિસ્ટ જયેશ પ્રજાપતિ સાથે વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Surat News : 44 વર્ષીય યુવકનું યોગાસન કરતી વખતે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માતમ
30 થી 40 વર્ષના લોકોના વધુ કેસ : કાર્ડિયોલોજિસ્ટ જયેશ પ્રજાપતિએ ઈટીવી ભારત સાથેની ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે કે ભારતની અંદર આનુવંશિકતાના કારણે પણ હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળતા હોય છે. પરંતુ કોરોના મહામારી બાદ હાર્ટ અટેકના કેસમાં 10 થી 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય કહી શકાય છે. પહેલા નાની ઉંમરની અંદર હાર્ટ એટેકના કેસ જોવા મળતા નહોતા પરંતુ હવે 30 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં વધારે પ્રમાણમાં હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે.
ખોરાકનું સંતુલન ન હોવું યુવાઓની મોટી સમસ્યા હાર્ટ એટેક આવવાના કારણો :વધુમાં જણાવ્યું હતું કે હાર્ટ એટેક ના કેસ વધવાનું કારણ છે. જે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. સાથે સાથે મોટા ભાગના લોકોનું બેઠાડું જીવન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત યોગ્ય પ્રમાણમાં ખોરાક ન મેળવવો અને કોરોના બાદ લોહીની નળીઓમાં લોહીના નાના કણ થઈ જવાના કારણે હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત આજના યુવાનોમાં તંબાકુનું વ્યસન પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે પણ હાર્ટ એટેકના કેસ વધી શકે છે.
આ પણ વાંચો Professor Death: બોસમિયા કૉલેજના પ્રોફેસરનું લાઈબ્રેરીમાં મોત, આવ્યો હાર્ટ એટેક
ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી: આ ઉપરાંત આજ યુવાનો જીમમાં જઈને કસરત પણ કરતા હોય છે. પરંતુ એક સાથે વધુ સમય કસરત કરવાથી પણ આ હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે. જેના કારણે યુવાનો કસરત કરવા જાય તો ધીમે ધીમે સમયમાં વધારો કરવો જોઈએ. આ ઉપરાંત જે યુવાનો ક્રિકેટ કે એથ્લેટિક એવી કોઈ રમત ગમતમાં ભાગ લેતા હોય તે પહેલા તેમને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જ જરૂરી છે જેથી હાર્ટ એટેકના આવવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ શકે છે.
વધારે પડતી કસરત વધારે જોખમ જીમમાં યોગ્ય દવાઓ હોવી જરૂરી: જો કોઈ યુવાનોને કોઈ રમતગમતના સ્થળે કે અન્ય જાહેર જીવનમાં હાર્ટ અટક આવે તો તેમને હાલમા શોર્ટ આપવાના મશીન બજારમાં ઉપલબ્ધ હોય છે. તેનાથી શોર્ટ આપવામાં આવે લોહીનું હલનચલન શરીરમાં ચાલુ રહે અને હોસ્પિટલ પહોંચાડી શકાય છે. આ ઉપરાંત જે જીમના સેન્ટરો છે. ત્યાં પણ જરૂરી દવાઓ અને શોર્ટ આપવાના મશીનરી હોવા જોઈએ.જેથી કોઈ યુવાનોને અચાનક હાર્ટ એટેક આવે તો તાત્કાલિક તેને સારવાર કરી શકાય અને તેને હોસ્પિટલ પહોચી શકે છે. હાર્ટ ડીસીઝ કારણો અને બચાવ વિશેની જાણકારીથી યુવાનોના જીવ બચાવી શકાય છે.