- પોલીસે 4 ભેંસોની કસ્ટડી લેતા હાઇકોર્ટમાં અરજી
- હાઇકોર્ટે 3 ભેંસ મુક્ત કરી
- 4 ભેંસમાંથી એક ભેંસનું મોત
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ભેંસોને છોડાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં હાઇકોર્ટ દ્વારા 60 હજારના બોન્ડ પર ભેંસોને મુક્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
ત્રણ ભેંસોને મુક્ત કરવા હાઇકોર્ટે કર્યો આદેશ
આ સાથે જ ભેંસોની સંભાળ રાખવા બદલ ટ્રસ્ટને અરજદારે 60 હજાર ચૂકવવાનો પણ હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આણંદમાં 4 ભેંસોને બોલેરોમાં રાખવામાં આવી હતી. જે કારણે મહેલાવ પોલીસે આ ભેંસોને કસ્ટડીમાં રાખવામાં આવી હતી. જે બાદ અરજદારે કરેલી અરજી મુદ્દે ત્રણ ભેંસોને મુક્ત કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
પેટલાદ રણછોડજી મંદિર ટ્રસ્ટ ખાતે એક ભેંસનું મોત
3 ભેંસને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવવા માટે માલિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આણંદની મહેલાવ પોલીસ દ્વારા ચાર ભેંસને કારમાં ક્રુરતાપૂર્વક રાખવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ ભેંસોને પેટલાદ રણછોડજી મંદિર ટ્રસ્ટ ખાતે ભેંસોને રાખવામાં આવી હતી. જે દરમિયાન એક ભેંસનું મોત થયું હોવાનું અરજદારના વકીલ દ્વારા દલીલમાં જણાવવામાં આવ્યું હતું.