ડેપ્યુટી CM નીતિન પટેલે હેલિકોપ્ટરમાં ફરતાં હાર્દિક પટેલનો ફોટો અને વીડિયોને જોયા પછી કહ્યું હતું કે ગુજરાતના બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે, અમે જમીન ઉપર કામ કરી રહ્યા છીએ, જ્યારે તે હવામાં ફરે છે.
નીતિન પટેલની ટિપ્પણી બાદ હાર્દિક પટેલે ટ્વીટરમાંથી ‘બેરોજગાર’ શબ્દ હટાવ્યો - ahd
અમદાવાદ- પાટીદાર આંદોલનનો પ્રણેતા અને હવે કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ હાલ સ્ટાર પ્રચારક બન્યા છે, જેને લઈને કોંગ્રેસ તેમને હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં ફરતો હોય તેવી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને ડેપ્યુટી CM નીતિન પટેલે ટિપ્પણી કરી હતી કે બેરોજગાર હાર્દિક પટેલ હવાઈ સફર માણે છે, ત્યારે હાર્દિક પટેલને પોતાના ટ્વીટરમાંથી બેરોજગાર શબ્દ હટાવી દેવો પડ્યો છે.
હાર્દિક પટેલે ટ્વીટરમાંથી ‘બેરોજગાર’ શબ્દ હટાવ્યો
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલ કોઈ ટીકાનો ભોગ બને તે પહેલા તેણે ભુલ સુધારી લીધી છે. અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી બેરોજગારી શબ્દને હટાવી દીધો છે.