ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા હેકાથોનમાં ઓટોડેસ્ક ફ્યુઝીઓન 360 દ્વારા ભવિષ્યના ઓટોમીશન ક્ષેત્રે ડિઝાઇનનો પ્રોબ્લેમ L&T , TATA , NID , IIT ઓટોડેસ્કના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે. જેમાં અંદાજે 25 થી વધુ કોલેજની અંદાજે 30 ટીમો સતત 24 કલાક કામ કરી પ્રોબ્લેમનો સોલ્યૂશન ફ્યુશન 360માં કાર્ય કરશે.
અમદાવાદ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટઓફ ટેક્નોલોજી ખાતે હેકાથોન યોજાઈ - IIT
અમદાવાદ :શહેરમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે સૌ પ્રથમ વખત મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન ક્ષેત્રે હેકાથોનનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
અમદાવાદ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટઓફ ટેક્નોલોજી ખાતે હેકાથોન યોજાઈ
આ પ્રોગ્રામ હેઠળ ખોડિયાર કેડ સેન્ટર દ્વારા હાલ 25 કોલેજના 1500 થી વધુ મિકેનિકલ ફાઇનલ અને પ્રિફાઇનલના વિદ્યાર્થીઓને ફ્રી માં ઓટોડેસ્ક ફ્યુશન 360ની ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યા છે. જેને લઈને આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ મિકેનિકલ લાઈનમાં મહત્વની કાર્યશૈલીમાં નિપુણતા સાથે વિદ્યાર્થીઓને વ્યવસાય માટે ઉજ્જવળ તક પણ મળી રહેશે.