ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુરુ નાનક જયંતિઃ અમદાવાદ ગુરુદ્વારામાં શીખ ભાઈ-બહેનોએ દર્શન કર્યા અને ગુરુવાણી સાંભળી

આજે દેવદિવાળીના શુભ પ્રસંગે શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનકની જન્મ જયંતિ છે. ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469માં અત્યારે પાકિસ્તાન ખાતે આવેલા નાનકાના સાહિબ ખાતે થયો હતો. તેઓ શીખ ધર્મના સ્થાપક ગણાય છે. ગુરુ નનાકે 'એક ઓમકાર' મંત્ર આપ્યો હતો એનો મતલબ કે ભગવાન એક છે.

Ahmedabad
Ahmedabad

By

Published : Nov 30, 2020, 9:51 PM IST

  • કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિ ઉજવાઈ
  • કોરોનાને કારણે પહેલી વખત લંગરનું આયોજન નહિ
  • શીખ ભાઈ-બહેનોએ ગુરુવાણી સાંભળી
  • ગુરુ નાનકના અનુયાયીઓએ ગુરુવાણી સાંભળી

અમદાવાદઃ આજે શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકની 551 મી જન્મ જયંતી છે. અમદાવાદમાં પણ એસ.જી હાઇવે પર આવેલા પ્રસિદ્ધ ગુરુદ્વારા અને ઓઢવ ખાતેના ગુરુદ્વારા ખાતે શીખોએ ગુરુ નાનકના દર્શન કર્યા હતા અને ગુરુવાણી સાંભળી હતી. કોરોના વાયરસના સંક્રમણને જોતા દર વખતની જેમ આ વખતે લંગરની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કોરોના ગાઈડલાઈનનો લઈનનું પૂરી રીતે પાલન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગુરુદ્વારામાં શીખ ભાઈ-બહેનોએ દર્શન કર્યા


કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન

ગુરુદ્વારામાં પ્રવેશતા દરેક વ્યક્તિનું ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું. તેઓને માસ્ક આપવામાં આવતું હતું અને સેનીટાઇઝર પણ આપવામાં આવતું હતું બીજી તરફ ગુરુદ્વારાની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોસીયલ ડિસ્ટન્સ સાથે બેસીને શીખ ભાઈ-બહેનોએ ગુરુવાણી સાંભળી હતી.


સેવાની પરંપરા

શીખ સંપ્રદાયમાં ભાઈચારાની સાથે સાથે સેવાની પણ વ્યવસ્થા હોય છે. કેટલાક સેવાભાવી યુવકોએ ગુરદ્વારામાં આવતા લોકોના જોડા સંભાળવાનું કાર્ય પણ હોશે-હોંશે કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details