આ વર્ષે કેદારધામમાં થયેલા હિમપ્રપાતથી મોટા મોટા ગ્લેશિયર બની ગયા છે અને આ ગ્લેશિયર પર ચાલવું તીર્થયાત્રીઓ માટે કપરૂં બની રહે છે. સાથે ઉપરની પર્વતમાળા પરથી ગ્લેશિયર ક્યારે મોત બનીને ખાબકે તે કોઇ નથી જાણતું, કદાચ ગુજરાતના મહિલા તીર્થયાત્રીને પણ નહીં ખબર હોય કે બરફની ચટ્ટાન તેના માટે કાળ બની જશે.
કેદારનાથમાં બરફની ભેખડ ધસવાથી ગુજરાતની મહિલા તીર્થયાત્રીનું મોત - Woman
રુદ્રપ્રયાગ: દર વર્ષે ગુજરાતથી યાત્રાળુઓ ચારધામની યાત્રા પર જતા હોય છે. પરંતુ આ વર્ષે કેદારધામમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા પણ થઇ છે. જેના પગલે ગ્લેશિયરની ચપેટમાં આવવાથી એક ગુજરાતની એક મહિલા તીર્થયાત્રીનું મોત થયું છે.
આ પહેલા પણ એક મહિલા યાત્રાળુનું મોત બરફની ચપેટમાં આવીને થયું હતું. તેમ છતાં યાત્રા માર્ગ પર સુરક્ષાની કોઇ નક્કર વ્યવસ્થા નથી કરાઇ. લિનચોલીથી કેદારનાથ પગપાળા માર્ગ પરના ગ્લેશિયર તીર્થયાત્રિયોના મોતનું કારણ બને છે.
સોમવારે લિનચોલીથી 500 મીટર નીચે તરફ પર્વત પરથી ગ્લેશિયર તીવ્ર ગતિથી નીચે આવી પડી, જેના કારણે ગુજરાતની 55 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલા તીર્થયાત્રીનું નામ ભાવનાબેન કહેવામાં આવી રહ્યું છે પરંતુ તેઓ ક્યાંના છે તેની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. કેદારનાથ યાત્રા દરમિયાન આવી દુર્ઘટનાઓ અનેક વખત બનતી હોય છે, જેમાં અનેક યાત્રાળુઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે તંત્ર આ માર્ગ પર જલ્દી જ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવે તો આવી દુર્ઘટનામાં ઘટાડો થઇ શકે તેમ છે.