આ વખતની ગરમી અકળાવનારી હતી. લોકોએ વરસાદના આગમન માટે હવન અને પૂજા શરુ કરી હતી. આ ઉપરાંત રાજ્યભરમાં પાણીની સખત તંગી સર્જાય હતી. હવે લોકોની આતુરતા ચરમસીમાએ પહોંચી છે. શનિવારે કેરળમાં મેઘરાજાનુ આગમન થયુ હતું. રવિવારે મેઘાની સવારી વાવાઝોડા સાથે મહારાષ્ટ્રમાં આવી પહોંચી હતી.
કેરળ-મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે..! - gujarti news
ન્યુઝ ડેસ્કઃ આકરી ગરમી બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી છે. મેઘાની સવારી ધીરે-ઘીરે પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધી રહી છે ત્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદના સમાચાર બાદ ગુજરાતીઓ વરસાદની પ્રતિક્ષા માટે બેચેન બન્યા છે. ગરમીથી અકળાયેલા લોકો હવે વરસાદની વાટ જોઈ રહ્યા છે.
તસવીર પ્રતિકાત્મક છે
પરંતુ મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતમાં વરસાદના હજુ કોઈ અણસાર જોવા મળ્યા નથી. જેથી ગુજરાતના લોકો મેઘાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુજરાત હવે વરસાદથી તરબોર થાય માટે લોકો મેઘરાજાને પાર્થના કરી રહ્યા છે.
Last Updated : Jun 10, 2019, 9:26 AM IST