ગુજરાત

gujarat

ETV Bharat / state

ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ સૌથી મોટો આરોપ, ખોટી રીતે 4 કરોડની સબસિડી મળવી લીધી- કોંગ્રેસ

ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ 2016ના બદલે 2019ની નવી નીતિ પ્રમાણે 4 કરોડથી વધુ સબસિડીની રકમ મેળવી લીધી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ રકમ સરકારમાં પરત મેળવી અન્યાયનો ભોગ બનેલા નિર્માતાઓને ન્યાય મળે તે માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

etv bharat
ફિલ્મ નિર્માતા વિરુદ્ધ સૌથી મોટો આરોપ, ખોટી રીતે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ 4 કરોડની સબસિડી મળવી લીધી - કોંગ્રેસ

By

Published : Sep 15, 2020, 3:19 PM IST

Updated : Sep 15, 2020, 3:45 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ 2016ના બદલે 2019ની નવી નીતિ પ્રમાણે 4 કરોડથી વધુ સબસિડીની રકમ મેળવી લીધી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ રકમ સરકારમાં પરત મેળવી અન્યાયનો ભોગ બનેલા નિર્માતાઓને ન્યાય મળે તે માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમની સમક્ષ અમદાવાદના મનોજકુમાર પટેલે 9 સપ્ટેમ્બરના રોજ કરેલી ફરિયાદને સીએમને મોકલી આપી છે. તેની સાથે એમ પણ જણાવ્યું છે કે, રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિનિંગ ગોઠવવામાં આવી હતી.

ફિલ્મ નિર્માતા વિરુદ્ધ સૌથી મોટો આરોપ, ખોટી રીતે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ 4 કરોડની સબસિડી મળવી લીધી - કોંગ્રેસ

અમદાવાદના મનોજકુમાર પટેલની 9-9-2020ની રજૂઆતમાં જણાવ્યા મુજબ, અરજદારે માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ મેળવેલી માહિતી મુજબ, 37 ફિલ્મો પૈકી 18 ફિલ્મો એવી નીકળી કે જે વર્ષ 2016, 2017 અને 2018માં રજૂ થયેલી સબસીડી નીતિ 2016 હેઠળ આવતી હતી. છતાં આ ફિલ્મોને 8 માર્ચ, 2019ના રોજ આવેલી નવી ફિલ્મી સબસીડી નીતિ-2019 હેઠળ રૂ. 4 કરોડ જેટલા વધુ નાણાં ચૂકવવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં સબસીડી માટેના નિયમો બનાવતી અને સજેસ્ટ કરતી મેક્રો લેવલ કમિટીના સભ્યોની ફિલ્મોએ તેમણે જ બનાવેલા નિયમો વિરુદ્ધ જઈ પોતાની ફિલ્મોને ફાયદો કરાવી 2016ને બદલે 2019ની નવી નીતિ મુજબ કરોડો રૂપિયા વધુ લઈ લીધેલા છે.

જનતાની પરસેવાની કમાણીના રૂપિયા 4 કરોડ અથવા તેથી વધુ ચુકવી દીધેલી રકમ સરકારમાં પરત આવે અને અન્યાય થયેલા ફિલ્મ નિર્માતાઓને ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે જરૂરી તપાસ કરાવી ઉક્ત પ્રકરણમાં થયેલા કથિત નાણાકીય ગેરરીતિની તપાસ કરાવી, જનતાની પરસેવાની કમાણીની રકમ સરકારી તિજોરીમાં પરત લાવવામાં આવે અને સાચા ફિલ્મ નિર્માતાઓને મળવાપાત્ર સબસિડીની રકમ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવા ભલામણ કરી છે.

Last Updated : Sep 15, 2020, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details