અમદાવાદઃ અત્યારના સમયમાં બધા જ તહેવારો પણ ઓનલાઈન ઉજવવા પડી રહ્યા છે, કારણ કે આ કોરોનાને મ્હાત આપવા સમગ્ર વિશ્વ અત્યારે સાથે મળીને પ્રાર્થના કરી રહ્યું છે. ત્યારે આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ગુજરાતી કલાકારો પણ ઉજવણી સાદગીથી પોતાના ઘરે રહીને કરી હતી. જે ભાઈ બહેન એકબીજાથી દુર છે તે ઓનલાઈન રાખડી બાંધીને ભાઈ બહેનની રક્ષાની કામના કરી રહ્યા છે. ગુજરાતના પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા ઓનલાઈન રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. તેમના બહેને તેમને વીડિયો કોલ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી.
ગુજરાતી કલાકારોએ કોરોનાના સંકટ વચ્ચે ઓનલાઈન રક્ષાબંધનની ઉજવણી કરી - અભિનેત્રી વિવેકા પટેલ
આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને પોતાના ભાઈને હંમેશા સફળતા મળે અને તે સ્વસ્થ જીવન વિતાવે તેવી પ્રાર્થના કરતી હોય છે અને ભાઈ પોતાની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે અને તેને સુખ સમૃદ્ધિ મળતી રહે તેવી કામના કરે છે.
ગુજરાતી કલાકારોએ કોરોનાના સંકટ વચ્ચે ઓનલાઈન રક્ષાબંધનની ઉજવણી કરી
ત્યારે ગુજરાતી નાટક અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતા ચેતન દૈયાએ તેમના મોટા બહેનના ઘરે જઈને રાખડી બંધાવી હતી અને તેમના બહેનએ ચેતનભાઈને દર્શકોનું ખૂબ મનોરંજન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી વિવેકા પટેલએ પણ પોતાના ભાઈને રાખડી બાંધીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી અને નાનો ભાઈ સુરક્ષિત રહે તેવી કામના કરી હતી.