અમદાવાદ : શહેર સહિત ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર (Ahmedabad Crime News) વધતો જતો હોય તેવું સામે આવ્યું છે. પોલીસ પણ સફેદ પાવડરના કાળા કારોબારમાં સામેલ આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે. ત્યારે અત્યાર સુધી ડ્રગ્સના ધંધામાં પુરુષ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવતું હતું, પરંતુ હવે ડ્રગ્સના કાળા વેપારમાં મહિલાઓનો દબદબો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પોલીસે ડ્રગ્સ પેડલર કે ડ્રગ સપ્લાયર અનેક મહિલાઓની ધરપકડ કરી છે. ડ્રગ્સની નાબૂદી માટે કામ કરતી શહેર SOG ક્રાઈમની ટીમે છેલ્લા છ મહિનામાં આઠ જેટલી મહિલા ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી છે. એટલે કહી શકાય કે દર મહિને એક મહિલા ડ્રગ્સ પેટલર ઝડપાય છે. (drugs case news)
અમદાવાદથી હરપ્રિત કૌર સહોતાસૌપ્રથમ વાત કરીએ તો 21 જુલાઈ 2022 ના રોજ અમદાવાદના SG હાઇવે પરથી SOG ક્રાઈમે 15 ગ્રામ 570 મિલિગ્રામ MD ડ્રગ્સ અને કાર સહિત 7,56,000 ના મુદ્દામાલ સાથે હરપ્રીતકૌર સહોતા નામની 32 વર્ષીય ચાંદખેડાની યુવતીની ધરપકડ કરી હતી. જે યુવતી પોતે ડ્રગ્સની બંધાણી હોવાનું સામે આવ્યું હતું. (drugs case in gujarat)
સોલૈયામાલ, શેલબી અને પૂજાજેના બીજા જ દિવસે 22 જુલાઈ 2022ના રોજ અમદાવાદ શહેરના ઘંટાકર્ણ માર્કેટના ગેટથી થોડે દૂર કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના ખાંચામાંથી SOG ક્રાઇમે સોલૈયામાલ સુબ્રમણ્યમ, શેલવી નાયડુ તેમજ પૂજા ગોયલ કુલ 3 મહિલાઓને 39 કિલો 600 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા જેની કિંમત 3 લાખ 96 હજાર અને 7 મોબાઈલ ફોન રોકડ રકમ અને રિક્ષા સહિત 4,96,000ના મુદ્દામાલ સાથે ઝડપી હતી. બંને મહિલાઓમાંથી સોમૈયા લમાલ સુબ્રમણ્યમ તમિલનાડુની તેમજ શેલબી નાયડુ અને પુજા ગોયલ મુંબઈની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદમાં ડ્રગ્સના વેપાર માટે આવી હોવાનું ખુલ્યું હતું. (Drugs case in Ahmedabad)
અમદાવાદથી અમીનબાનું ઉર્ફે ડોન પઠાણ23 ઓગસ્ટ 2022ના રોજ શહેર SOG ક્રાઇમે કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળ નજીક વાણીયા શેરીના નાકેથી શહેરની સૌથી મોટી ડ્રગ્સ ડીલર અમીનાબાનું ઉર્ફે ડોનની ધરપકડ કરી હતી. તેની પાસેથી 31.310 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 3,13,000થી વધુ થાય છે તે કબજે કર્યો હતો. જે મામલે પોલીસ દ્વારા AMCની મદદથી તેણે ડ્રગ્સના વેપારમાંથી મેળવેલી રકમથી બનાવેલા મકાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને પોલીસે ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી. (Ahmedabad Crime News)
આ પણ વાચોવિપક્ષનો આક્ષેપ રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા, મેયરે કહ્યું ખોટા આક્ષેપો
અમદાવાદથી નાઝીયા શેખ22 નવેમ્બર 2022ના રોજ શહેર SOG ક્રાઇમે દાણીલીમડા વિસ્તારમાંથી ગેરકાયદેસર કફ સીરપની સીલ બંધ 25 બોટલ સાથે નાઝિયા રહીશ હુસેન શેખની ધરપકડ કરી હતી. આરોપી મહિલા પોતાના ઘરની બહાર દુકાન લગાવીને ધરાવતી કફ સીરપનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે SOG ક્રાઇમે દાણીલીમડામાં બેરલ માર્કેટ પાસે અબ્બાસ ટેનામેન્ટ સામેથી તેની ધરપકડ કરી હતી. (drugs rate in ahmedabad 2022)