ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતને મળશે મલેશિયામાં ઇન્વેસ્ટ કરવાની તક - ahmedabad

અમદાવાદઃ ગુજરાતીઓ વેપાર કરવા માટે દેશભરમાં જાણીતા છે ત્યારે મલેશિયાના કન્સલ્ટ ઇન્વેસ્ટમેન્ટ જનરલ રોસ્વાઇદીન મોહમ્મદ ઝૈને અમદાવાદના મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ સાથે મુલાકાત કરી હતી અને તેમને મલેશિયામાં બિઝનેસ કરવા માટે પ્રેરીત કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Jun 27, 2019, 2:06 AM IST

મલેશિયાના કન્સલ્ટ ઇન્વેસ્ટમેન્ટ જનરલ રોસ્વાઇદીન મોહમ્મદ ઝૈને અમદાવાદના મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઇન્ડસ્ટ્રીયલ સાથે મુલાકાત કરી હતી અને તેમને મલેશિયામાં બિઝનેસ કરવા માટે પ્રેરીત પણ કર્યા હતા. ત્યારે મલેશિયામાં ગુજરાતીઓના રોકાણથી દેશને પણ ઘણો ફાયદો થાય તેમ દેખાઈ રહ્યું છે.

ગુજરાતને મળશે મલેશિયામાં ઇન્વેસ્ટ કરવાની તક

રોસવાઇદિન જણાવે છે કે, "મોટી કંપનીઓ જેવી કે સિપ્લા ઇન્ફોસીસ રિલાયન્સ બધી જ મલેશિયામાં ઇન્વેસ્ટ કરે છે કારણ કે મલેશિયામાં તેમને આધુનિક સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે છે. મલેશિયા ટેકનિકલી વિકસિત થયેલું દેશ છે અને તે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે પણ આગળ છે. ઇકોનોમિકલી જોવા જઈએ તો મલેશિયામાં નેચરલ રિસોર્સિસ પણ ઘણા છે. જેમ કે ક્રૂડ તેલ, નેચરલ ગેસ, ટીન, ટિમ્બર , પામ ઓઇલ, રબર વગેરે અમારા દેશમાં માર્કેટને લગતી ઇકોનોમી છે જે વેપારીઓને ખૂબ જ ફાયદો કરે છે. બેન્કિંગ સેક્ટર પણ આગળ પડતું છે અને અમે વિચારી એ છે કે ગુજરાતમાંથી કેમિકલ ટેક્સટાઇલ અને એન્જીનિયરિંગ જેવા ક્ષેત્રોમાંથી લોકો રોકાણ કરશે."

ABOUT THE AUTHOR

...view details