અમદાવાદ, રાજકોટ વડોદરા, સુરતઃદિલ્હી આમ આદમી પાર્ટીના નેતા (Aam Admi Party Gujarat) રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેની અસર રાજકીય માહોલ પર એવી પડી રહી છે કે, મહાનગરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ મામલે રાજકોટમાંપ્રધાન અરવિંદ રૈયાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આ ઘટનાને વખોડી (Gujarat Wide Protest) કાઢે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટામાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી વિરૂદ્ધ એવા પોસ્ટર (Protest against Aam Admi party) લાગ્યા હતા કે, હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું. હું બ્રહ્મા, વિષ્ણું, મહેશ રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં
અમદાવાદમાં પોસ્ટર વોરઃઅમદાવાદના પ્રવેશ દ્વાર સમા એસ.જી.હાઈવે પર આ પ્રકારના પોસ્ટર જોવા મળ્યા હતા. એ સિવાય વાડજ અને થલતેજ વિસ્તારમાં આ હિન્દ હિતરક્ષક સમિતીએ કેજરીવાલના ફોટો સાથે આ પોસ્ટર લગાવ્યા છે. આ પ્રકારના પોસ્ટરથી શિયાળો શરૂ થાય અને પવન પલટાય એ રીતે રાજકારણમાં વાયરાએ દિશા બદલી છે. એક પોસ્ટરમાં તો અરવિંદ કેજરીવાલને એક ચોક્કસ ધર્મની ટોપી પહેરેલા દર્શાવાયા છે. આમ ગુજરાતમાં પોસ્ટર પોલિટિક્સ શરૂ થયું છે.
વડોદરામાં ગો બેકઃવડોદરામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મુલાકાત લીધી હતી. પણ ભારે વરસાદને કારણે તેઓ દાહોદથી બાય રોડ વડોદરા આવવા માટે નીકળ્યા હતા. જોકે, એમના આગમન પહેલા વડોદરામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. 3 વાગ્યે વડોદરામાં કેજરીવાલનો રોડ શૉ હતો. એમાં વરસાદ વિલન બની રહ્યો હતો. જોકે, 5 વાગ્યા સુધી કેજરીવાલનું કોઈ આગમન થયું ન હતુું. વડોદરા એરપોર્ટની બહાર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો છે. હવે બીજી વખત ગો બેક રસ્તા પર લખી દેવામાં આવ્યું હતું. વડોદરાના ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં આપ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ભાજપ અને આમ આદમીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ હિન્દુ વિરોધી છે તેવા પોસ્ટરો ફાડી નાખ્યા હતા. થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું.
સુરતમાં વિરોધ પ્રદર્શનઃઆ પોસ્ટર પોલિટિક્સમાં સુરતના હિન્દુ સંગઠનો સક્રિય થયા હતા. સુરતમાં પણ હિન્દુ વિરોધી પોસ્ટરને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો.આ પ્રકારના બેનરો લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ બેનર કોના દ્વારા અને શા માટે લગાવ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી.રેન્જ IG ઓફિસની સામે જ આ પ્રકારનું મોટુ હોલ્ડીંગ્સ લાગ્યું છે.
રાજકોટઃઆ સમગ્ર ઘટનાના પડઘા સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં પણ પડ્યા છે. જોકે, થોડ સમય બાદ રાજકોટમાંથી આ પ્રકારના પોસ્ટર દૂર કરી દેવામાં આવ્યા હતા.