ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather: હજુ પાંચ દિવસ ગરમી રહેશે યથાવત, જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સલાહ

રાજ્યમાં ફરી એકવાર ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હજુ પણ થોડા દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને લોકોને ખાસ સલાહ પણ આપી છે.

Gujarat Weather : હજુ પાંચ દિવસ ગરમી સહન કરવી પડશે, લોકોને હવામાન વિભાગે આપી સલાહ
Gujarat Weather : હજુ પાંચ દિવસ ગરમી સહન કરવી પડશે, લોકોને હવામાન વિભાગે આપી સલાહ

By

Published : May 22, 2023, 7:17 PM IST

હજુ પાંચ દિવસ ગરમી સહન કરવી પડશે, લોકોને હવામાન વિભાગે આપી સલાહ

અમદાવાદ :ગુજરાતમાં લોકોકાળઝાળ ગરમીથી ત્રસ્ત બની ગયા છે ત્યારે હવે ગરમીના દિવસો ચરમસીમાએ છે. સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર માઠી અસર પડી રહી છે. આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઊઠયા છે. ત્યારેધગધગતા તાપમાં લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ફરી વખત અંગ દઝાડતી ગરમી અંગે આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી : હજુ 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. પવનોની દિશા બદલાતા 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત અનુભવાશે.3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે હાલ ખાસ કરીને અમદાવાદીઓએ હજુ પાંચ દિવસ 42 ડિગ્રી આસપાસ ગરમી સહન કરવી પડશે. તેમજ શહેરમાં 2 દિવસ યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.જોકે, બે દિવસ પછી યલો એલર્ટ દૂર થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે. આજે અમદાવાદમાં 28 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય જેટલું જ નોંધાયું હતું. આગામી 5 દિવસમાં લઘુતમ તાપમાન 27-28 વચ્ચે રહે તેવી સંભાવના છે. આ ગરમીના માહોલ વચ્ચે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.

લોકો માટે સલાહ : ગરમીથી બચવા તબીબો બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. હાલ ગરમીનો પારો સતત 43 ડિગ્રીની આસપાસ રહેતો હોવાને કારણે કાળઝાળ ગરમીમા લોકો શેકાઈ રહ્યા છે. જેને કારણે હવામાન વિભાગે લોકોને ગરમીનો સામનો કરવા તૈયાર રહેવાની સલાહ આપી છે. ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે પવનોની દિશા બદલવાની કારણે હાલ ગરમી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીના કોપ વચ્ચે હાલ 42 ડિગ્રી ગરમી જાણે કે સામાન્ય બની ગઈ છે. ગઈકાલે પણ લોકોએ મોડી સાંજ બાદ ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. જોકે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજ વધશે તેમજ તેની સાથે ઉકળાટના પ્રમાણમાં વધારો થશે. એટલે લોકોએ ઉકળાટ સહેવા માટે તૈયાર રહેવું પડશે.

ABOUT THE AUTHOR

...view details