બે દિવસ પછી પવનની દિશામાં બદલાવ આવતા કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં 9 વર્ષ બાદ તાપમાન 45 ડિગ્રીને ક્રોસ કરતા મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરનું તાપમાન 44.8 ડિગ્રી જ્યારે અમદાવાદ શહેરનું તાપમાન 44.2ડિગ્રી નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટ અને ભુજ 44.2 ડિગ્રી, અમરેલી 42.8 ડિગ્રી, વડોદરા 41.4 ડિગ્રી જ્યારે સુરત શહેરનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું
ગરમીમાં મળશે રાહત, મધ્ય જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા - Ahmedabad
અમદાવાદઃ અરબી સમુદ્રમાં રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ પ્રચંડ શક્તિશાળી વાવાઝોડામાં પરિણમી દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી જૂન મધ્ય સુધીમાં ગુજરાત સુધી આવી પહોંચશે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે કે નહિ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ કાંઠા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અનુભવાશે અને ભારેથી હળવા ઝાપટા પડી શકે છે.
ગુજરાત તાપમાન
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અમરેલી સુરેન્દ્રનગરમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.