અમદાવાદ: એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડિજિટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો હતો. મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOCs) ડેવલપમેન્ટના સંદર્ભમાં ઈ.એમ.આર.સી ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાશે.
શૈક્ષણિક ડીજીટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં રૂચી વધે તેવો પ્રયાસ : કોન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન (CEC), નવી દિલ્હીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના ઝૂઓલોજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ રાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યાપકો દ્વારા શૈક્ષણિક ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં રૂચિ વધે અને તેમનું તૈયાર કરાયેલું ડિજિટલ કન્ટેન્ટ ભારતભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે છે.
આ પણ વાંચો MJ Library Budget 2023: પુસ્તકાલયની કાયા પલટાશે, 15 કરોડના ખર્ચે બનશે ડિજિટલ લાયબ્રેરી
ડિજિટલ કન્ટેન્ટ વિદ્યાર્થીલક્ષી હોવું જોઈએ : ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશું પંડ્યાએ જણાવ્યું કે શૈક્ષણિક કન્ટેન્ટ ડેવલપમેન્ટ એ હંમેશા વિદ્યાર્થીલક્ષી હોવું જોઈએ. આ ડિજિટલ ડિલિવરી સિસ્ટમમાં અધ્યાપકોએ પહેલા ગ્રાહકને સમજવાની જરૂર છે (જે આપણા વિદ્યાર્થીઓ છે). આપણે ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં હજી ઘણું સારું કરી શકીએ છીએ. આપણી પાસે વિશાળ તકો છે. ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સામગ્રી તૈયાર કરતી વખતે પ્રથમ અને મુખ્ય બાબત એ છે કે વિદ્યાર્થીઓ અને તેમની જરૂરિયાતોને સમજવી જોઈએ.