અમદાવાદ: લગ્ન સમારોહથી લઈને રાજકીય પક્ષોની રેલીઓ, જાહેર સભાઓની ફોટોગ્રાફી વગેરેમાં વિડીયોગ્રાફીના (Photography and videography) વધતા જતા ચલણને ધ્યાને લઇને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી(Gujarat Technical University) દ્વારા ડ્રોન ફોટોગ્રાફીની ટ્રિક્સ (Drone photography Tricks) શીખવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા સર્વે, મેપિંગ, સર્વેલન્સ અને ઇન્સ્પેક્શન માટે પણ ટ્રેનિંગ આપવામાં આવશે.
GTU માં ડ્રોન ટેકનોલોજીને લગતા કોર્ષ શરૂ
GTUમાં (Gujarat Technical University) 2022ના પ્રથમ સપ્તાહથી બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ કોર્સ GTUના CEC દ્વારા GTUની પોતાની સ્ટાર્ટઅપ ડ્રોન લેબ સાથે મળીને શરૂ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન લેબ એ GTU હેઠળ કાર્યરત ગુજરાત ઇનોવેશન કાઉન્સિલનું સ્ટાર્ટઅપ (Gujarat Innovation Council Startup) છે. જેની શરૂઆત નિખિલ મઠિયા દ્રારા કરવામાં આવી છે.