અમદાવાદગુજરાતના એવા 11 મોટા પ્રોજેક્ટની આજે (Gujarat State to get Gift in New Year 2023) વાત કરીશું કે, જે 2023ના નવા વર્ષમાં નાગરિકોને ભેટ મળવાની છે. સુખસુવિધામાં વધારો થશે. તેમ જ એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી અને ઝડપી અવરજવર થઈ શકશે. આ મોટા પ્રોજેક્ટને કારણે નવી રોજગારીનું પણ મોટાપાયે સર્જન થશે. આવો જાણીએ 11 નવા પ્રોજેક્ટ કે જેની 2023ના નવા વર્ષમાં ગુજરાતને ભેટ મળશે.
અમદાવાદના સાબરમતીમાં બૂલેટ ટ્રેન સ્ટેશન થશે તૈયારજાપાનના સહયોગથી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ (ahmedabad to mumbai bullet train project) થશે. અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેનનું અતિઆધુનિક અને લેટેસ્ટ ડિઝાઈન સાથેનું સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ફેબ્રુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ સ્ટેશન ત્રણ માળ સુધી પાર્કિંગ (bullet train station in ahmedabad) અને બાકીના માળમા શોપિંગ મોલ, ઓફિસ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અંતિમ માળ પર બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થશે. આ સ્ટેશનથી બીઆરટીએસ, મેટ્રો અને રેલવેનું જોડાણ કરવામાં આવશે. જેથી દેશનું પ્રથમ રેલવે સ્ટેશન હશે જે બુલેટ, મેટ્રો અને રેલવેથી જોડાયેલ હશે. આ સ્ટેશનને દાંડીકૂચ આધારિત તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની છત પર ચરખો જોવા મળશે, તેમજ સોલર પેનલ લગાવેલી જોવા મળી આવશે. બુલેટ ટ્રેન 2024 પહેલા શરૂ કરી દેવામાં આવશે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
AMTS લાલ બસ સ્ટેશનનો હેરીટેજ લૂકઅમદાવાદમાં જે કોઈ આવે તે લાલ બસમાં ન બેઠા હોય તેવું ન બને. લાલ બસ તરીકે ઓળખાતી એએમટીએસ બસ સ્ટેશન હવે નવો લૂક ધારણ કરવા જઈ રહ્યું છે. અમદાવાદમાં સૌથી જૂનું એટલે કે અંદાજિત 65 વર્ષ જૂનું લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડને નવો લૂક આપવામાં આવી રહ્યો છે. આ બસસ્ટેન્ડને એક હેરિટેજ લૂક પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બસ સ્ટેન્ડ 1200 ચોરસ મીટરમાં અંદાજિત 6 કરોડથી (AMTS Bus Station Heritage Look) વધુ રકમથી તૈયાર કરવામાં આવશે. આ વર્ષની ખાસિયતની વાત કરવામાં આવે તો, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા, બેઠક વ્યવસ્થા, બસ સ્ટેન્ડની દિવાલ પર અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળોનું ચિત્ર દોરવામાં આવશે. તેમજ જોધપુરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. આ બસ સ્ટેન્ડનું લગભગ અંદાજિત 40 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે 2023માં નાગરિકોને ભેટ મળશે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેદિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે (Delhi Mumbai Expressway) આગામી જાન્યુઆરી 2023માં કાર્યરત્ કરવાનું લક્ષ્ય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Highway Authority of India) દ્વારા રાખવામાં આવ્યું છે. દિલ્હીથી મુંબઈની 24 કલાકની મુસાફરી માત્ર 13 કલાકમાં પૂરી કરાશે. વડોદરાના સીમાડે મહીસાગર અને નર્મદા નદી ઉપરથી પસાર થતો આ 6 લેન એક્સપ્રેસ વે વડોદરાથી મુંબઈનું અંતર માત્ર સાડા ચાર કલાકમાં કાપવા માટે સક્ષમ બનાવશે. જે ટ્રેનથી પણ ઝડપી હોવાનું મનાય રહ્યું છે. શહેર નજીક મહીસાગર નદી પાસે પેરેલલ પસાર થતો આ એક્સપ્રેસ વે આહલાદક નજારો આપે છે. ઉપરથી જોતાં મહીસાગર નદી અને આ માર્ગ જાણે કર સંપુટ બનાવતા હોય અથવા અંગ્રેજીના 2 એસ એકસાથે લખ્યા હોય તેમ જણાય છે. આ રોડની વિશેષતા એ છે જે વડોદરાથી મુંબઈ આરસીસી રોડ છે જ્યારે વડોદરાથી દિલ્હી રોડ ડામરનો રોડ છે. ગુજરાતને નવા વર્ષે એક્સપ્રેસ વેની નવી ભેટ મળશે.
વડોદરામાં બનશે વિમાનએ દિવસ દૂર નથી જ્યારે વડોદરાનો દુનિયામાં ડંકો વાગશે. આ વાત છે. એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની, જેનાં મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હશે વડોદરા. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે, પહેલીવાર આ એરક્રાફ્ટનું યૂરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. વડોદરામાં બનનારા આ એરક્રાફ્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો. જે આવનાર વર્ષમાં તાતા કંપની દ્વારા આ પ્રોજેકટ 22 હજાર કરોડથી પણ વધુનો પ્રોજેકટ છે. શરૂઆતમાં બનનાર વિમાનો ભારતીય વાયુસેનામાં ઉપયોગી બનશે. ત્યારબાદ વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે આવનાર વર્ષમાં વડોદરા વિમાન નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ પામશે.
ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર વડોદરામાંગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ વડોદરામાં (Gujarat longest flyover bridge in Vadodara) બનીને તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શહેરમાં ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો ફ્લાયઑવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર રાજ્યનો સૌથી લાંબો બ્રિજ છે. વડોદરાનો આ પ્રથમ ફ્લાય ઓવર છે કે જ્યાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. 230 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજથી હજારોની સંખ્યામાં પૂર્વ પશ્ચિમ વિસ્તારના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે, જે વડોદરા શહેરવાસીઓ માટે મોટી ભેટ કહી શકાય.