અમદાવાદઃગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સેતલવાડને (Gujarat riots case ahmedabad Court) સુપ્રીમમાંથી રાહત મળ્યા બાદ SITની ટીમે (Gujarat Riots SIT Team) એની મુશ્કેલીઓ વધારી દીધી (SIT Filed Chargesheet Gujarat Riots case) છે. તિસ્તા, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય વિરુધ્ધ હાલ SITની તપાસ ચાલી રહી છે. બુધવારે SIT દ્વારા ત્રણેય વિરુદ્ધ 100 કરતા વધુ પેજની ચાર્જશીટદાખલ કરવામાં આવી છે.
આ પુરાવાઓઃ SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 30થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાનો સમાવેશ કરાયું છે. ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા તેનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી પુરાવા સાથે છેડછાડ કરવા બાબતે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધાયો છે. આથી હવે આ ત્રણેય વિરુધ્ધ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ષડયંત્રની વાતઃ તિસ્તા સહિત બન્ને અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ષડયંત્ર ઘડ્યું હતું. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં તીસ્તાને ભટ્ટ અને શ્રીકુમારે મદદ કરી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં તિસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલે હાલ SIT તપાસ કરી રહી છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આરબી શ્રીકુમાર પર ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણ કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાનો આરોપ છે.
જૂનમાં થઈ હતી ધરપકડઃ આ બન્ને આરોપીઓની જૂન મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હાલ તેઓને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રાખવામાં આવ્યા છે.જ્યારે તિસ્તા સેતલવાડ ને સુપ્રીમ કોર્ટે વચગાળાના શરતી જામીન આપતા તેઓ અત્યારે જેલમાંથી મુક્ત છે. તેમના કાયમી જામીન માટેની અરજી નો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં જાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવ્યા બાદ તીસ્તા સેતલવાડ, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.