ગુજરાત

gujarat

ETV Bharat / state

Naroda Gam Massacre : ચુકાદા પહેલા નરોડા ગામનું જન જીવન સૂમસામ, જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદના નરોડા ગામ થયેલા હત્યાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા 68 જેટલા આરોપીને સજા ફટકારવામાં આવશે. હાલમાં નરોડા ગામ પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, ત્યારે નરોડા ગામમાં જન જીવન કેવું જોવા મળી રહ્યું છે જૂઓ.

Naroda Village Massacre Case : ચુકાદા પહેલા નરોડા ગામનું જન જીવન સૂમસામ, જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Naroda Village Massacre Case : ચુકાદા પહેલા નરોડા ગામનું જન જીવન સૂમસામ, જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

By

Published : Apr 20, 2023, 3:26 PM IST

Updated : Apr 20, 2023, 3:42 PM IST

Naroda Village Massacre Case : ચુકાદા પહેલા નરોડા ગામનું જન જીવન સૂમસામ, જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદ :27 ફેબ્રુઆરીના રોજ 2002માં ગુજરાતમાં ગોધરા કાંડ થયો હતો, ત્યારે બીજા દિવસ 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં ઘરની બહાર અને ઘરમાં 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ દ્વારા ઘટના સ્થળે જ 20 લોકોની ધરપકડ કરી હતી અને આગળની તપાસમાં વધુ 50 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે 21 વર્ષ બાદ આજે બપોરના 4 વાગ્યા આસપાસ ચુકાદો સંભળાવવામાં આવશે.

જાહેર માર્ગ પર જન જીવન રાબેતા મુજબ :2002માં નરોડા ગામ ખાતે થયેલા હત્યાકાંડમાં આજે ચુકાદો આવી રહ્યો છે, ત્યારે નરોડા ગામની વાત કરવામાં આવે તો નરોડા ગામમાં જન જીવન પરાબેતા મુજબ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નરોડા ગામમાં ચુકાદો આવ્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલમાં પોલીસ જવાનોમાં 1 PI,4 PIS પોલીસને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Gujarat Riots Naroda gam case: બચાવપક્ષના વકીલે કરી મોટી સ્પષ્ટતા, ચૂકાદો બપોરે

નરોડા ગામ લોકો ઘરમાં જોવા મળ્યા :નરોડાના મુખ્ય માર્ગ પર રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ નરોડા ગામની અંદર જાણે કર્ફ્યું લાગ્યો હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. ગામની અંદર મોટાભાગના લોકો ઘરમાં જ છે. આ ઉપરાંત પોલીસની એક PCR વાન નરોડા ગામમાં તૈનાત રાખવામાં આવી છે. જ્યારે બીજી બાજુ પોલીસના બે કોન્સ્ટેબલ દ્વારા ગામમાં અમુક સમય અંતરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ETV BHARAT સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલમાં સ્થાનિક લોકો આ મુદ્દે બોલવા તૈયાર જોવા મળી રહ્યા નથી.

આ પણ વાંચો :Naroda Gam 2002 Verdict: માયાબેન કોડનાની કોણ છે? જેનું નામ ઉછળ્યું હતું નરોડા રમખાણ કેસમાં

શું છે સમગ્ર મામલો :ગુજરાત 2002માં ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામ ખાતે તોફાન થયું હતું. જેમાં 11 લોકોને ઘરમાં અને ઘરની બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં ઘટના સ્થળ પર જ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની તપાસમાં વધુ 50થી વધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 10,000 થી પણ વધારે પાનાની લેખિત દલીલો તેમજ 100 જેટલા ચુકાદા ટાંકવામાં આવ્યા છે.

ચુકાદા પર વિરામ :નરોડા હત્યા કેસમાં બચાવ પક્ષના વકીલ રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ કેસના ચુકાદા પર વિરામ લેવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી 2 વાગ્યા પછી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. હાલના તબક્કે તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પર ચુકાદો જાહેર કરવામાં આવશે.

Last Updated : Apr 20, 2023, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details