અમદાવાદ:હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે જ મેઘરાજાએ ફરી એકવાર રાજ્યમાં ધમધમતી બોલાવી છે. ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસતા નદી-નાળા છલકાય ગયા હતા. અનેક નદીઓમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 4 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે.
4 દિવસ ગુજરાતમાં અતિ'ભારે':દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા છે. જેના પગલે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
ભારે વરસાદની આગાહી: ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી: સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
85 ટકા વરસાદ ખાબકી ગયો: રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સુરતના મહુવામાં 11 ઈંચ જ્યારે નવસારીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમા નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ડાંગના સુબીર અને વલસાડના કપરાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ ખાબકી ગયો છે.
- Banaskantha News : બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલતાં જ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, ડેમ સાઇટ પર અદ્ભુત નજારો
- Navsari Rain: નવસારીમાં મેધરાજાનું રૌદ્ર સ્વરૂપ, 12 ઇંચ વરસાદ બાદ 2500 લોકોનું કરાયું સ્થળાંતર