ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Rain Update : ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દરિયો તોફાને ચડવાની શક્યતાઓ - Monsoon in Gujarat

ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપી છે.

Gujarat Rain Update : ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દરિયો તોફાની ચડવાની શક્યતા
Gujarat Rain Update : ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દરિયો તોફાની ચડવાની શક્યતા

By

Published : Jul 27, 2023, 8:00 PM IST

ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે

અમદાવાદ : છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં થોડે ઘણે અંશે વરસાદે વિરામ કર્યા બાદ હવે ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ થઈ શકે છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફરી એકવાર સૌરાષ્ટ્રમાં મેઘરાજા : સાથે સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદે તબાહી મચાવી હતી, ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસુ હજુ શરૂ થયાને એક મહિનો પસાર થઈ ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સો ટકા ઉપર વરસાદ વરસી ચૂક્યો છે. હાલ પણ આગામી સમયમાં વરસાદી તાંડવ સર્જાવાનીઆગાહી કરતા સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, ત્યારે મેઘરાજા ગુજરાત પર સંપૂર્ણ મહેરબાન થયા હોય તેમ સાર્વત્રિક મેઘમહેર કરતા ગુજરાત વાસીઓમાં ખુશીઓ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક અતિવૃષ્ટિને પગલે જાનમાલને પણ નુકસાન થતાં હવે લોકો તોબા પોકારી ઊઠયા છે.- અભિમન્યુ ચૌહાણ (વૈજ્ઞાનિક- હવામાન વિભાગ)

શેર ઝોન સર્જાયો : આગામી 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત નજીક એક શેર ઝોન સર્જાયો છે. જેના કારણે દિવસ સુધી વરસાદ રહેવાની શકયતાઓ જોવા મળી રહી છે. જો કે દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે દરિયો તોફાની રહેવાની સંભાવના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જેથી દરિયા કિનારાના સ્થળો પર પણ ચેતવણી આપવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી ખાવામાં વિભાગે વ્યક્ત કરી છે.

  1. Gujarat Rain Update : અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં આગાહી, વરસાદમાં બ્રેક ક્યારે પડશે જાણો
  2. Surat Rain : ઉશ્કેર ગામ પાસે પસાર થતી ખાડી બની ગાંડીતુર, લોકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે
  3. Jamnagar News : જામનગર જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો, મેઘમહેરથી એવું પાણી આવી ગયું કે લોકો રાજીરાજી

ABOUT THE AUTHOR

...view details