અમદાવાદ:ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) કારણે અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગની (Gujarat Public Service Commission) પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે રવિવારના GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી. GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષા (Preliminary exam of class 1-2) યોજવામાં આવી હતી. કુલ 183 જગ્યા ઉપર 1,99,669 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
રાજ્યમાં કુલ 785 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ સેવાનું (Secondary service) અગાઉ પેપર લીક થયા બાદ GPSCની પરીક્ષામાં (GPSC exam) કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેથી નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનુ છે. આ તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા મોનિટરીંગ માટે રાખવામાં આવ્યા છે. આ સાથે માસ્ક અને ફરજિયાત હાથ સેનિટાઈઝ કરીને ઉમેદવારો ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારોનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ (Screening with a thermal gun) પણ કરવામાં આવશે.