અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં ધમધોકાર વરસાદ ખાબક્યો હતો. શરૂઆતના તબક્કામાં વરસાદી માહોલ જામતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાના પ્રારંભે રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક બની ગયું હતું. જ્યારે છેલ્લા એકાદ-બે દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગની આગાહી : ચોમાસાના અંતિમ તબક્કામાં સરેરાશ આંકડો 100% પાર કરી ગયો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે રાજ્યના તમામ ડેમો ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે. ત્યારે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાથી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે.