ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ચાર દિવસ પછી વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ બાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યાં સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ચાર દિવસ પછી વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાર દિવસ પછી વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી

By

Published : Jun 26, 2020, 9:27 PM IST

અમદાવાદઃ અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેને પગલે આગામી ચાર દિવસ બાદ વરસાદ થવાની આગાહી છે. હાલ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાર દિવસ પછી વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાત પર આવેલા કમોસમી વાવાઝોડાને પગલે વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી જોકે વાવાઝોડું અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું હતું. પરિણામે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો પણ હવે ગુજરાતમાં સત્તાવાર રીતે નિયત સમયે ચોમાસું બેસી ગયું છે, પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ નહીં હોવાને કારણે વરસાદ ખેંચાયો છે.ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં પહેલી જુલાઈથી ભારે વરસાદ આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે, જોકે ૨૮ અને ૨૯ જૂનના રોજ માછીમારોએ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details