હવામાના વિભાગે ફરી એકવાર ગરમીને લઈને કરી આગાહી અમદાવાદ : ધોમધખતા ઉનાળામાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગુજરાતભરમાં ગરમી વધી છે. જેને કારણે બપોરના સમયે માર્ગ સુમસામ જોવા મળી રહ્યા છે. હાલમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે. જેને લીધે લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા લોકોને આંશિક રાહત મળે તેવી આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી છે. આ સાથે જ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના રહેલી છે. જોકે ગરમીમા ઘટાડા બાદ 3 દિવસ પછી તાપમાનમાં વધારો જોવા મળશે.
આ પણ વાંચો :Surat Rain : ભર ઉનાળે ભડ ભાદરવો, ગાજવીજ સાથે વરસાદ વરસતા બફાટ થયો દૂર
આવનારા દિવસોની આગાહી : 23 અને 24 એપ્રિલ અમદાવાદમાં યલો એલર્ટની શક્યતાઓ જોવા મળી શકે છે. જોકે આજના દિવસની વાત કરવામાં આવે તો, આજે ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે. આજે અમદાવાદમાં 40.7 ડિગ્રી સુધી તાપમાન હતું. જ્યારે પોરબંદર અને વેરાવળ જિલ્લામાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધુ રહેવાની સંભાવના હતી. ટૂંકમાં કહી શકાય કે, અત્યારે ઉનાળો ચરમ સીમાએ છે અને ગરમીનો ગ્રાફ ઊંચકાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં ગરમી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો :Summer Water Problem : પીવાના પાણી માટે સરકારે ટોલ ફ્રી સેવા કરી શરૂ, રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો
2થી 3 દિવસ સુધી ગરમી ઓછી : ઉનાળો મોસમમાં પોતાનો મિજાજ વારંવાર બદલી રહ્યો છે. આ વર્ષે તો બધી ઋતુઓ સાથે હોય એવો એહસાસ જોવા મળ્યો હતો. હવે ઉનાળો સ્થિર થયો છે. ત્યારે આવનારા સમયમાં ગરમી ક્રમશ વધશે અને એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં આંશિક રીતે ગરમી જોવા મળી રહ્યું છે. જે ધીરે ધીરે 40 ડિગ્રીનો આંક વટાવતાં અમદાવાદીઓ હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે 2થી 3 દિવસ સુધી ગરમી ઓછી થવાની કરેલી આગાહીને પગલે લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ત્યારબાદ ગરમી વધશે અને ફરીથી ગરમીનો પારો ઉંચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.