અમદાવાદ : અમદાવાદ સિટી સિવિલ કોર્ટે શિલ્પી એન્ટરપ્રાઇઝના "આવા" અને "આવા નેચરલ" ટ્રેડમાર્કનો ઉપયોગ કરતી આંધ્રપ્રદેશની ઈન્ડીકા નેચરલ ફ્રુટ્સ એન્ડ બેવરેજીસ કંપનીને ટ્રેડમાર્કના ઉપયોગ સામે સ્ટે આપ્યો છે. અમદાવાદની શિલ્પી એન્ટરપ્રાઇઝ “આવા" નેચરલ મીનરલ વોટર વેચતી પ્રખ્યાત કંપની છે. આ કંપનીએ ઇન્ડીકા નેચરલ ફુડસ એન્ડ બેવરેજીસ કંપની સામે પોતાનો 'આવા' અને “આવા નેચરલ” નામનો ટ્રેડમાર્ક ગેરકાયદે વાપરવા અંગેનો આક્ષેપ કરી ટ્રેડમાર્ક ઇન્ફીન્જમેન્ટ સ્યુટ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
સ્ટેનો હુકમ મેળવવા માટે કેસ દાખલ : શિલ્પી એન્ટરપ્રાઇઝ દ્વારા આંધ્ર પ્રદેશમાં આવેલી ઈન્ડીકાા નેચરલ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા સામે ટ્રેડમાર્ક પાસિંગ ઓફ "આવા" તથા આવા નેચરલ નામના ટ્રેડમાર્કનો ગેરકાયદે વપરાશ વિરુદ્ધ સ્ટેનો હુકમ મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો.
આંધ્રપ્રદેશ સ્થિત કંપની 'આવા' નામનો કોમર્શિયલ વપરાશ 2006 થી કરે છે અને દરરોજે બે લાખ બોટલથી વધારે વેચે છે. જેમાં ઓલ ઈન્ડિયા ઓનલાઇન સેલ્સ, એરપોર્ટ સ્થિત ફાઇવ સ્ટાર હોટલો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અને નેચરલ મિનરલ વોટર કેટેગરીમાં અગ્રેસર હોવાનો સમાવેશ થાય છે. કંપનીએ તેના 18 વર્ષ દરમ્યાન ઘણા નેશનલ તથા ઇન્ટરનેશનલ એવોર્ડસ મેળવેલ છે જેથી કંપનીનો ગુડવિલ માર્કેટમાં પ્રખ્યાત છે... સિદ્ધાર્થ ખેસકાની(અરજદારના વકીલ)
આંધ્રપ્રદેશની ઇન્ડીકા કંપની દ્વારા દુરુપયોગ :ત્યારે આંધ્રપ્રદેશની ઇન્ડીકા કંપની 'આવા' અને 'આવા નેચરલ' નામનો વપરાશ કરીને શિલ્પી કંપનીના ટ્રેડમાર્ક હકોના ઉલ્લંઘન કરી રહ્યા છે. એટલું જ નહીં બંને કંપનીના એકસરખા ટ્રેડમાર્કવાળા નામના કારણે ગ્રાહકોમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે. ખાસ કરીને ઓનલાઇન જે સામાન વેચવામાં આવી રહ્યો છે તેમાં લોકો આ બંને કંપની એક જ છે અથવા તો પેટા કંપની છે તેમ માને છે. જેથી શિલ્પી કંપનીના સેલિંગને નુકસાન થઈ રહ્યું છે તેવી દલીલ કરવામાં આવી હતી.
બ્રાન્ડને નુકસાન : અરજદાર દ્વારા સિટી સિવિલ કોર્ટેમાં જણાવાયું કે ઈન્ડીકા કંપની દ્વારા શિલ્પી કંપનીનો લોગો ઉપયોગ કરવાના કારણે તેની માર્કેટ તેમજ બ્રાન્ડને પણ નુકસાન થઈ રહ્યું છે. એકસરખા લાગે તેવા નામ રાખીને બિઝનેસનો ગેરફાયદો ઉઠાવાઇ રહ્યો છે તેથી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય આપવામાં આવે.
ટ્રેડમાર્ક વાપરવા સામે સ્ટે : આ સમગ્ર કેસ અમદાવાદ સિટી સિવિલ કોર્ટના જજ જે. કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સુનાવણી બાદ જજ જે.કે. પ્રજાપતિએ ઇન્ડિકા કંપનીના ડાયરેક્ટર સામે શિલ્પી એન્ટરપ્રાઇઝ કંપનીનો "આવા" નામનો ટ્રેડમાર્ક વાપરવા માટે સ્ટે આપ્યો છે.
- Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કેસ હિયરિંગ વખતે જ દંપત્તિનો આત્મહત્યાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો
- હોસ્પિટલમાંથી આરોપી ભાગી જતા બે પોલીસ કર્મીઓના કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા
- માસ્ક કૌભાંડ: કોર્ટે સહ-આરોપીના આગોતરા જામીન ફગાવ્યા