ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court: હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી, કહ્યું રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત - રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ ચાલુ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં શહેરમાં થયેલી જુદી જુદી કામગીરી અંગે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું છે. શહેરમાં ગેરકાયદેસર દબાણ, રખડતા ઢોરો પાર્કિંગ જેવી બાબતોને સામે કરેલી કામગીરી અંગેનું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.

Gujarat High Court: હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી, કહ્યું રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત
Gujarat High Court: હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી, કહ્યું રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત

By

Published : Feb 28, 2023, 9:37 AM IST

અમદાવાદ:શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જેને લઈને હાઇકોર્ટે આ બધી સમસ્યાઓને લઈને એએમસીને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ બધી સમસ્યાઓમાં કેવા પ્રકારની કામગીરી થઈ અને કેવી કેવી કામગીરી કરવામાં આવી તે તમામ બાબતોથી કોર્ટને માહિતી આપવામાં આવી હતી.

ખડતા ઢોર અંગેના રિપોર્ટની માહિતી:અમદાવાદ શહેરમાં એક 1-12-2022 થી 31-01-2023 સુધીમાં કુલ 3913 રખડતા ઢોરોને પકડવામાં આવ્યા. પ્રખરતા ઢોરનો કે કુલ 27 ,77,328 નો દંડ વસૂલવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરનો 151 એફઆઇઆર દર્જ કરી છે. તો 695 જેટલા આરએફઆઇડી ટેગ પણ લગાવવામાં આવ્યા છે--ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દાખલ કરેલા સોગંદનામાં

આ પણ વાંચો Gujarat High Court : દેવીદેવતા અને દુષ્કર્મ કટિગ ચિત્ર વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટનો વિદ્યાર્થી તરફે ચુકાદો

ફેરિયાઓ સામે પણ કાર્યવાહી:ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણને લઈને પણ વિગતો મૂકવામાં આવી છે. ગેરકાયદે દબાણ અને પાર્કિંગને લઈને સાત ઝોનમાં કુલ 1154 ગેરકાયદે લારી અને ગલ્લા હટાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફેરિયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે એએમસી દ્વારા કુલ 62,100 આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિગતોની સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે, તમારી કામગીરી અને રિપોર્ટ તો બરાબર છે. પરંતુ રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. તેને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવે એવી કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, રાજ્યના બ્રિજની સ્થિતિ અંગે કર્યા સવાલો

ટકોર કરવામાં આવી:આ સાથે જ આ પ્રકારે કામગીરી થતી રહે એવી પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ખરાબ રોડ રસ્તા, પાર્કિંગ, ગેરકાયદે લારી ગલ્લા અને બાંધકામ અંગેની વિવિધ પ્રકારની જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આ સમગ્ર સમસ્યા અંગે કેવા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details